શરીરની જરૂરિયાતના પ્રમાણમાં પુરતુ પાણી પીવુ જરૂરી છે. એમ ના કરવાથી સમસ્યા પેદા થાય છે તેમ વધારે પડતુ પાણી પીવુ પણ જીવલેણ બની શકે છે. તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે. અતિ સર્વમ વર્જમેત એટલે કે કોઈપણ વસ્તુનો અતિરેક છોડી દેવો. આ ઉકિત મુજબ વધારે પડતું પાણી પીવુ, આરોગ્ય માટે જોખમકારક નીવડે છે.અમેરિકામાં હાલમાં જ એક આવી ઘટના બહાર આવી છે. જેમાં વધારે પાણી પીવાથી એક મહિલાનું મૃત્યુ નિપજયુ હતું.
ઈન્ડીયાનાની એશલે સમર્સ ધોમધખતા તાપમાંથી ઘેર આવી હતી. ખૂબ તરસ લાગી હોવાથી તે 20 મીનીટમાં બે લીટર પાણી પી ગઈ. જેથી તેનાં માથામાં સોજો આવી ગયો ડોકટરોએ તેનું કારણ વોટર ટોકિસસીટી કહ્યું. વોટર ટોકિસસિટીને વોટર ઈટોકિસકેશન પણ કહી શકાય છે. ઓછા સમયમાં વધુ પાણી પી લેવાથી આ સ્થિતિ સર્જાય છે. કિડનીમાં વધુ પાણી જમા થઈ જવાથી વધારાના પાણીને ખતમ કરવાની તેની ક્ષમતાને અસર થાય છે. શરીરમાં રહેલા ખનીજ પદાર્થો, ખાસ કરીને સોડીયમનું સંતુલન બગડી જાય છે. આથી એટેક આવી શકે છે. ચકકર આવી શકે છે. આથી એક સાથે વધુ પાણી પીવાથી દુર રહેવુ.