અમદાવાદના લગભગ 80 હજાર જેટલા કરદાતાઓને કરકપાત મુદ્દે નોટિસ આપવામાં આવી છે. રિટર્નની મુદ્દત પૂરી થયા બાદ 10 દિવસમાં ખુલાસા માંગવામાં આવ્યા છે.મહત્વનું છે કે કરકપાત માટે જરૂરી દસ્તાવેજ રજૂ ન કરતા કરદાતાઓને ITએ નોટિસ પાઠવી છે. રિટર્નની વિગતો મિસમેચ થવાના કારણોમાં નોટિસ મોકલી જેનો 7 દિવસમાં જવાબ રજૂ કરવા માટે સમય અપાયો છે. ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં મિસમેચ હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસ અપાઈ છે. નોટિસ મળેલી મુદતમાં જરૂરી પુરાવા સાથે જવાબ રજૂ કરવો ફરજિયાત કરાયો છે.
ITએ નોટિસ દ્વારા ટેક્સપેયરે કરેલ ઈપીએફનું વ્યાજ, મકાન ભાડું, શિક્ષણ ફી તેમજ મ્ચ્યુઅલફંડ, વીમાનું વ્યાજ, હાઉસિંગ લોનનું વ્યાજ, હાઉસિંગ લોનના હપ્તા અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણના દાવા કર્યા હતા. જેને લઈને આ દાવા પર ખુલાસો પૂછવામાં આવ્યો છે.
ટેક્સ ભરતા લોકો દસ્તાવેજો 10 દિવસમાં રજૂ નહીં કરે તો તેના દાવાને નકારી અને પગારદાર કરદાતાઓ પાસે ટેક્સની ડિમાન્ડ કરાશે. જરૂરી દસ્તાવેજ પૂરા નહિ કરવાના કિસ્સામાં કરકપાતની રકમ ઉપર 30 ટકા ટેકસ લગાવવામાં આવશે. આવા કિસ્સામાં લોકોને રિફંડ મળવુ તો દૂર રહ્યું ઇન્કવાયરીનો સામનો કરવાની નોબત પણ આવી શકે છે.