સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલા મનદીપ પાર્ટી પ્લોટ ખાતે આજે સંતોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આજે દેશભરના મહામંડલેશ્વર, સાધુ-સંતો, ટ્રસ્ટ-NGOના આગેવાનો, હિન્દુ સંગઠનોના હોદ્દેદારો આ સંત મહાસંમેલનમાં હાજરી આપશે. સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજી મહારાજની ભવ્ય પ્રતિમાની નીચે કણપીઠમાં કંડારવામાં આવેલા ભીંતચિત્રો દૂર કરાયા બાદ હવે આજના સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુ દ્વારા મહાસંમેલનની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સંમેલનમાં સંતો અને મહંતો પોતાના વિચારો રજૂ કરશે. તમામ લોકોની નજર આજના સંત મહાસંમેલનની ઉપર છે. આ સંમેલનમાં શું આખરી નર્ણય લેવામાં આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. કારણ કે આજે દેશભરના મહામંડલેશ્વર અને સંતો લીંબડી સંત મહાસંમેલનમાં હાજરી આપશે. જેમાં તેમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આજના સંત મહાસંમેલનમાં જ્યોર્તિનાથજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, ઋષિ ભારતીબાપુ હાજર રહેશે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આજના આ સંત મહાસંમેલનમાં 2 હજાર જેટલા સનાતમ ધર્મના લોકો પણ હાજર રહી શકે છે



