જો તમે ફરવાના શોખીન છો, તો સ્વાભાવિક છે કે તમે દેશ જ નહીં પણ દુનિયાની પણ ઘણી જગ્યાઓ પર જતા હશો. ફરવાના શોખીન લોકો ક્યારેક મિત્રો સાથે, પાર્ટનર સાથે, પરિવાર સાથે તો ક્યારેક એકલા ફરવાનું પણ પસંદ કરતા હોય છે. પણ તમે એક વસ્તુ જોઈ હશે કે મોટાભાગના લોકોને ફાળો પર ફરવા જવાનું પસંદ હોય છે. લોકો ઉનાળાના વેકેશનમાં કે કોઈ બીજી રજાઓમાં પહાડો પર ફરવા જવાનો પ્લાન બનાવે છે, પણ શું તમે જાણો છો કે જયારે તમે પહાડો પર ફરવા જાઓ ત્યારે પોતાની સાથે કઈ વસ્તુઓને લઈ જવી જોઈએ? કદાચ ના, પરંતુ આ તમારે જણાવું ખૂબ જ જરૂરી છે. નહીં તો એવું બની શકે કે તમને સમસ્યાઓ આવી શકે છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે…
પહાડો પર ફરવા જાઓ ત્યારે આ વસ્તુઓને પોતાની સાથે ચોક્કસ લઈ જાઓ –
તમે જયારે પણ ફરવા જાઓ ત્યારે પોતાની સાથે દવાઓ જરૂર રાખવી જોઈએ. ઉલ્ટી, ઉબકા, માથાનો દુખાવો અને તાવ જેવી સમસ્યાઓની દવાઓ પોતાની સાથે લઈને જવી જોઈએ. ઘણા લોકોને પહાડોના રસ્તાઓ પર ઉલ્ટી-ઊબકાની પણ ફરિયાદ થાય છે, ત્યારે પણ આ દવાઓ કામ આવી શકે છે. એટલે આ દવાઓ સાથે હશે તો સમસ્યાઓ નહીં થાય.
ઘણીવાર એવું જોવા મળે છે કે લોકોને જગ્યા-જગ્યાનું ખાવાનું પચતું નથી. એવામાં જો તમે ઈચ્છો તો પોતાની સાથે ઘરે બનેલો હળવો નાસ્તો લઈ જઈ શકો છો, જે લાંબા સમય સુધી ખરાબ ન થાય. આ સિવાય એવું પણ બને છે કે ઘણી જગ્યાએ પહાડો પર વસ્તુઓ ઘણી મોંઘી મળે છે. એવામાં જો પોતાની સાથે નાસ્તો લઈને ગયા હશો તો તમે વધારાના પૈસા બચાવી શકો છો.
જો પહાડો પર ફરવા જાઓ છો તો જરૂરી છે કે પોતાની સાથે ગરમ કપડા જરૂર લઈ જવા જોઈએ. જો તમારી સાથે નાના બાળકો હોય તો તેમના માટે ગરમ કપડાં તો અચૂક જ લઈ લેવા. પહાડો પર અચાનક વાતાવરણમાં પલટો આવતો રહે છે, એવામાં જો ગરમ કપડાં નહીં હોય તો પહાડો પર ઠંડા વાતાવરણને કારણે સમસ્યાઓ થઈ શકે છે.
પહાડી વિસ્તારોમાં ઘણીવાર વીજળીની સમસ્યાઓ થાય છે, જેના કારણે મોબાઈલ કે અન્ય ઉપકરણોની બેટરી ચાર્જ થવામાં તકલીફ થઈ શકે છે, એટલા માટે હંમેશા પોતાની સાથે પાવરબેન્ક રાખો. આ સિવાય ટોર્ચ કે મીણબત્તી અને માચીસ જેવી વસ્તુઓ લઈ જવાનું ન ભૂલો, કારણ કે પહાડો પર આ વસ્તુઓ ઘણી કામ આવી શકે છે.