Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇઝરાયેલ-હમાસના યુદ્ધમાં 1100થી વધુ લોકોના મોત

તેલની કિંમતોમાં વધારો : યુદ્ધ પર યુએનની ઇમરજન્સી બેઠક

aaspassdaily by aaspassdaily
2023-10-09 11:20:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જંગ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 1100થી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલની સેનાના પ્રવક્તાએ કહ્યું, ‘આ અમારૂ 9/11 છે, તેમણે આરોપ લગાવ્યો કે હમાસ ઇઝરાયેલનો વિનાશ ઇચ્છે છે. પ્રવક્તાએ કહ્યું, ‘તેમણે વૃદ્ધ અને નાગરિકો અને બાળકોને નિશાન બનાવ્યા છે.’ એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ દરમિયાન 600થી વધુ ઇઝરાયેલી નાગરિકોના મોત થયા છે અને 400 ઘાયલ થયા છે. જ્યારે પેલેસ્ટાઇનમાં આ આંકડો 413નો છે. ઇઝરાયેલ હુમલા પછી સંયુક્ત રાષ્ટ્ર પરિષદે ઇમરજન્સી બેઠક યોજી હતી. સંયુક્ત રાષ્ટ્રે પોતાની વેબસાઇટ પર જાહેરાત કરી કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મધ્ય પૂર્વની સ્થિતિ પર એક બંધ રૂમમાં ઇમરજન્સી બેઠક કરી હતી.
ઇઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે હમાસે 100 સૈનિકો અને નાગરિકોનું અપહરણ કર્યું છે. સેનાના પ્રવક્તા રિચર્ડ હેચ્ટે કહ્યું, ‘આતંકવાદીઓએ ઘરમાં ઘુસીને તોડફોડ કરી હતી અને નાગરિકો પર હુમલા કર્યા છે. હજારોની સંખ્યામાં શહેર પર આક્રમણ કર્યું અને હજુ પણ હજારો ઇઝરાયેલમાં સૈનિકો સાથે લડી રહ્યાં છે.’ ઇઝરાયલે હમાસ વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી ઝડપી બનાવવાની તૈયારી કરી લીધી છે. રવિવારે જ ઇઝરાયેલ સરકારે યુદ્ધ જેવી સ્થિતિ હોવાની વાત કરી હતી. હવે ઇઝરાયેલની સિક્યુરિટી કેબિનેટે મહત્ત્વપૂર્ણ સેન્ય પગલા ભરવાની વાતને સહમતિ આપી દીધી છે. જોકે, અત્યાર સુધી સ્પષ્ટ નથી કે તેમાં શું સામેલ છે પરંતુ સરકારના આ નિર્ણયને સમર્થન મળતું જોવા મળી રહ્યું છે.
ગાઝામાં એકમાત્ર પાવર પ્લાન્ટ બંધ થવાનો ખતરો ઉભો થયો છે. સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું કે આવનારા દિવસોમાં પ્લાન્ટ માટે ઇંધણ ખતમ થઇ જશે, જેને કારણે ગાઝામાં રહેતા 23 લાખ લોકો માટે વિજળીનું સંકટ ઉભુ થઇ શકે છે. ગાઝા ઇઝરાયેલ પાસેથી પણ વિજળી ખરીદે છે જેની પર ઇઝરાયલે હવે રોક લગાવી દીધી છે. મિડલ ઇસ્ટમાં ચાલતા જંગની અસર તેલની કિંમતો પર પણ જોવા મળી રહી છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે તેલની કિંમત ત્રણ ટકા વધી ગઇ છે.

‘ઈરાન હમાસના ઓપરેશનને ફંડિંગ કરી રહ્યું છે’: ઇઝરાયેનો આરોપ

રવિવારે સંયુક્ત રાષ્ટ્રની(UN ) બેઠક મળી હતી. જેમાં ઇઝરાયેલના રાજદૂતે પેલેસ્ટિનિયન ઇસ્લામિક જૂથ હમાસ પર યુદ્ધ અપરાધોનો આરોપ મૂક્યો હતો અને વચન આપ્યું હતું કે હવે “હમાસના આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાનો” સમય આવી ગયો છે. ઈઝરાયેલના રાજદૂતે કહ્યું છે કે ઈરાન આતંકવાદી સંગઠન હમાસના ઓપરેશનને ફંડિંગ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના પ્રતિનિધિ ગિલાદ એર્ડને કહ્યું કે અમને વિશ્વાસ છે કે ઈરાન હમાસની કામગીરીને સમર્થન આપી રહ્યું છે.
તેમણે પત્રકારોને કહ્યું, “આ ક્રૂર લોકો સાથે તર્કનો યુગ પૂરો થઈ ગયો છે.” “હવે સમય આવી ગયો છે કે હમાસના આતંકવાદી માળખાને સંપૂર્ણ નષ્ટ કરવાનો, જેથી આવી ભયાનકતા ફરી ન બને.”

Previous Post

પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત

Next Post

આજે રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
તાજા સમાચાર

હોર્મુઝની ખાડીમાં ભારતના હજુ ૨૨ ઓઈલ ટેન્કરો ફસાયા

March 21, 2026
આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
Next Post
આજે રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

આજે રાજસ્થાન-મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

નૈનીતાલમાં બસ ખીણમાં  ખાબકી :7લોકોના મોત

નૈનીતાલમાં બસ ખીણમાં ખાબકી :7લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.