ઉત્તરાખંડના નૈનીતાલમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. 32 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. બસમાં સવાર લોકો હિસાર (હરિયાણા)થી નૈનીતાલ ફરવા માટે આવ્યા હતા. 28 લોકોને ઘાયલ અવસ્થામાં રેસક્યૂ કરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે7 લોકોના મોત થયા છે.
ઇમરજન્સી કંટ્રોલ રૂમ નૈનીતાલને સૂચના મળી હતી કે કાલાઢૂંગી રોડ પર નાલનીમાં એક બસ દુર્ઘટનાનો શિકાર બની છે જેમાં 30થી 33 લોકો સવાર થવાની શક્યતા છે. સૂચના મળતા જટીમ રૂદ્રપુર અને ખૈરનાથી રેસક્યૂ ઓપરેશન માટે રવાના થઇ હતી. દુર્ઘટનાસ્થળે પહોંચતા ટીમોને જાણકારી મળી કે બસમાં 32 લોકો સવાર હતા. આ હિસારથી નૈનીતાલ ફરવા માટે આવ્યા હતા. રેસક્યૂ ટીમોએ પોલીસ સાથે સંયુક્ત રેસક્યૂ અભિયાન શરૂ કર્યું હતું અને બસમાં સવાર લોકોમાંથી 28 લોકોનું રેસક્યૂ કર્યું હતું જેમણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા.





