Tuesday, February 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લક્ઝરી બસ સંચાલકો દ્વારા આવો કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી – સુરત લક્ઝરી બસ એસો.

ગૃહમંત્રી હર્ષ સંઘવીની ચીમકી સામે સુરત લક્ઝરી બસ એસોસિએશન દ્વારા વળતો જવાબ

aaspassdaily by aaspassdaily
2023-10-31 10:57:06
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

દિવાળી દરમિયાન ખાનગી બસના સંચાલકો દ્વારા લોકો પાસેથી બેગણા ભાડા વસુલવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલ ચીમકી સામે સુરત લક્ઝરી બસ એસોસિએશન દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે.
સુરત લક્ઝરી બસ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું છે કે, ગૃહમંત્રી દ્વારા જે પગલા ભરવાની વાત કરવામાં આવી છે તેમાં તેઓ સદંતર ખોટા પડી રહ્યા છે. લક્ઝરી બસનો બિઝનેસ છે તે અમારું પોતાનું પેસેન્જર વાહન છે. સરકાર ક્યારેય પણ ટેક્સમાં રાહત અથવા સબસીડી આપતી નથી. જે લક્ઝરી બસ બને છે તે અમારા પૈસાની બને છે. જેમાં ભાવ બંધારણમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહિ. ઉપરાંત દિવાળી દરમિયાન ફ્લાઇટ, વંદે ભારત ટ્રેન, એસટીમાં પણ સમયાંતરે કનેક્ટિવિટી વધતા ભાવ વધારો કરવામાં આવે છે.
દિવાળી દરમિયાન ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા પેસેન્જર પાસે બેગણા ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.હાલ જ આ ફરિયાદને લઈ રાજ્યગૃહ મંત્રીએ પણ વધુ ભાડા વસુલ કરતા ખાનગી લક્ઝરી બસના સંચાલકો સામે કાર્યવાહીની ચીમકી આપી હતી.ત્યારે ગૃહમંત્રી દ્વારા ખાનગી લક્ઝરી બસના સંચાલકો સામે કાર્યવાહીની ચીમકી આપતા સુરત લક્ઝરી બસ એસોસિયેશન દ્વારા નારાજગી વ્યક્ત કરી વળતો જવાબ આપવામાં આવ્યો છે.
સુરત લક્ઝરી બસ એસોસિયેશનના પ્રમુખ દિનેશ અણઘડે જણાવ્યું હતું કે, લક્ઝરી બસના ભાડામાં કોઈ વધારો થવાનો નથી.હીરા અને ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે.ડીઝલના ભાવમાં પણ 93 રૂપિયા સુધી પોહચી ગયો છે.છતાં ગત વર્ષે જે ભાડા લેવામાં આવ્યા હતા,તે ભાડા જ આ વર્ષે પણ વસુલ કરવામાં આવશે.જેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. માત્ર લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે. દિવાળીના ત્રણ દિવસ સુધી લક્ઝરી બસ પેસેન્જરને જે તે સ્થળે છોડી રિટર્નમાં ખાલી આવતી હોય છે. ભારે ટ્રાફિકને પણ પહોંચી વળવામાં પણ ઘણી મુશ્કેલીઓ થતી હોય છે. આવી લક્ઝરી બસનો રિટર્નનો ખર્ચ પણ ડબલ થઈ જતો હોય છે. લક્ઝરી બસ સંચાલકો દ્વારા આવો કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

Previous Post

બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

Next Post

100 કરોડ કે તેનાથી વધુ કમાણી કરનારા ટેક્સપેયર્સની સંખ્યા થઈ ડબલ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગુજરાતને મળશે નવો હાઈ-સ્પીડ કોરિડોર : બદલાઈ જશે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી

February 2, 2026
તાજા સમાચાર

ઉત્તર ભારત સહિત નવ રાજ્યોમાં બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

February 2, 2026
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ શાસન પૂર્ણ થાય તે પહેલા મણિપુરમાં સરકાર રચવા તૈયારી : ​​દિલ્હીમાં NDAની બેઠક

February 2, 2026
Next Post
100 કરોડ કે તેનાથી વધુ કમાણી કરનારા ટેક્સપેયર્સની સંખ્યા થઈ ડબલ

100 કરોડ કે તેનાથી વધુ કમાણી કરનારા ટેક્સપેયર્સની સંખ્યા થઈ ડબલ

PM મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અંતર કાઢવા ગયા સીએમ હાઉસ

PM મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અંતર કાઢવા ગયા સીએમ હાઉસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.