Wednesday, August 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં શખ્સ શોપિંગ મોલમાં ફાયરિંગ કરી ફરાર : બે લોકોના મોત

સામાન્ય બોલાચાલી થયા બાદ શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું

dharmendravaghela by dharmendravaghela
2026-07-04 11:55:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ગન કલ્ચર અને અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે

મિશિગન સ્ટેટના ડિયરબોર્ન શહેરમાં આવેલા એક પ્રતિષ્ઠિત શોપિંગ મોલમાં ભયાનક ગોળીબારની

ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે એક નિર્દોષ નાગરિક ગંભીર રીતે

ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાને અંજામ આપીને હુમલાખોર ફરાર થઈ જતાં પોલીસે સમગ્ર વિસ્તારમાં

નાકાબંધી કરી તેની શોધખોળ હાથ ધરી છે.
અહેવાલો અનુસાર, ફેરલેન ટાઉન સેન્ટર મોલમાં શુક્રવારે બપોરે આશરે 2:00 વાગ્યાની આસપાસ

ગોળીબારની આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બે વ્યક્તિઓ વચ્ચે કોઈ બાબતે

ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે એક શખસે અચાનક ગન કાઢીને સામેવાળી

વ્યક્તિ પર ટાર્ગેટ કરીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ

મોત નીપજ્યા હતા, જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક નિર્દોષ રાહદારીને પણ ગોળી વાગતાં તે

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ફાયરિંગના અહેવાલો મળતા જ ડિયરબોર્ન પોલીસ અને મિશિગન સ્ટેટ પોલીસની કાફલો તાત્કાલિક

ઘટનાસ્થળે દોડી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે આખા શોપિંગ મોલને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં

આવ્યો હતો અને અંદર હાજર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હુમલાખોર ગોળીબાર કરીને

ફરાર થઈ ગયો હોવાથી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ મેળવવા અને તેને ઝડપી

પાડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે, ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી

જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છેકે, જે ફેરલેન ટાઉન સેન્ટરમાં આ ઘટના બની છે તે ડેટ્રોઇટ મેટ્રો વિસ્તારનો એક ખૂબ જ

મોટો અને વ્યસ્ત શોપિંગ મોલ છે. આ મોલ ડાઉનટાઉન ડેટ્રોઇટથી પશ્ચિમ દિશામાં આશરે 10 માઇલ દૂર

આવેલો છે. વીકેન્ડની શરૂઆત હોવાથી મોલમાં સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ હતી, જેના કારણે આ

ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags: michiganshopping mall firingUSA
Previous Post

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો

Next Post

બ્રિટનમાં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવામાં ન આવતા વિવાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો
તાજા સમાચાર

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

August 18, 2026
ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત
તાજા સમાચાર

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

August 18, 2026
ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ
તાજા સમાચાર

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

August 18, 2026
Next Post
બ્રિટનમાં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવામાં ન આવતા વિવાદ

બ્રિટનમાં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવામાં ન આવતા વિવાદ

ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર

ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.