મહુવા પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, મહુવા માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલ ખોડીયારનગરમાં રહેતા રેખાબેન રમેશભાઈ જોળીયાના રહેણાંકી મકાનમાં નૂતનનગર વિસ્તારમાં રહેતો ચેતન ઉર્ફે માતાજી ગોવિંદભાઈ મકવાણા ઇંગલિશ દારૂ રાખીને તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે મહુવા પોલીસે દરોડો પાડી રેખાબેનના મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂની ૪૮ બોટલ તેમજ બિયરના ટીન નંગ – ૨૪, કુલ કિં. રૂ. ૧૭,૭૬૦ સાથે બંનેને ઝડપી લીધા હતા.
આ શખ્સ પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો વિજય ઉર્ફે ગટ્ટી મનુભાઈ વાસિયા રહે. નવાઝાંપા વિસ્તાર, મહુવા પાસેથી લાવેલ હોવાનું જણાવતા મહુવા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.