દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવાના સમાચાર ચર્ચામાં રહ્યાં હતા. જોકે, તેની પૃષ્ટી થઇ શકી નથી. આ સમાચાર વચ્ચે દાઉદના નજીકના સાથી છોટા શકીલે દાઉદ ઇબ્રાહિમને લઇને કહ્યું કે, ભાઇના મોતના સમાચાર માત્ર અફવા છે.
છોટા શકીલે દાઉદ ઇબ્રાહિમને લઇને ખુલાસો કરતા જણાવ્યુ, “ભાઇના મોતની અફવા ખોટી છે. તે 1000 % ફિટ છે.” ભાગેડુ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવામાં આવવાની ચર્ચા પછી પાકિસ્તાન સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાઉદના મોતના સમાચાર ચાલતા રહ્યા હતા. છોટા શકીલે કહ્યું કે, ‘આ તોફાની ઇરાદા સાથે સમય સમય પર અફવાઓ ફેલાવવામાં આવે છે.”
પાકિસ્તાનમાં રવિવારે ઇન્ટરનેટ બંધ થવાની અફવા જોવા મળી હતી જેમાં કહેવામાં આવ્યુ કે દાઉદ ઇબ્રાહિમનું સ્વાસ્થ્ય બગડ્યુ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. છોટા શકીલ, જે દાઉદની ગેન્ગની ગુનાહિત ષડયંત્ર અને ડી-કંપનીનું વૈશ્વિક સંચાલનને જોવે છે, તેને દાવો કર્યો કે જ્યારે તે પાકિસ્તાનમાં તેને (દાઉદ ઇબ્રાહિમ)ને મળવા ગયો તો ‘ભાઇ’ સારી સ્થિતિમાં હતા. દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવાની સંભાવનાનો પણ ઇનકાર કર્યો હતો, આ જોતા તે 24 કલાક સુરક્ષા ઘેરામાં રહે છે જેમાં દાઉદના વિશ્વાસુ લોકો સિવાય પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના એજન્ટ પણ સામેલ છે.
એક સૂત્રએ કહ્યું કે ISI દાઉદના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. હવે તે અમેરિકાના રડાર પર પણ છે, જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી છે. પાકિસ્તાને 1993 મુંબઇ બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ દાઉદને શરણ આપી છે પરંતુ પોતાના વિસ્તારમાં તેની હાજરીનો ઇનકાર કરે છે. દાઉદ કરાચીના પોશ ક્લિફ્ટન વિસ્તારમાં રહે છે અને તેની પૃષ્ટી છોટા શકીલે કરી હતી. જોકે, પાકિસ્તાન દાઉદને શરણ આપવાનો ઇનકાર કરતું રહ્યું છે.