ઈરાને ઈરાકની સરહદ પાર કરીને ઈઝરાયલના જાસૂસી હેડક્વાર્ટર મોસાદ પર મિસાઈલ છોડી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પોતે હુમલાની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાર્ડ્સે સીરિયામાં પણ ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ હુમલા કર્યા છે. તાજેતરમાં જ ઈરાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં સેંકડો લોકોના મોત થયા હતા. ઈરાને ઈઝરાયેલ પર હુમલાનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં ઈરાને મોસાદ હેડક્વાર્ટર પર હુમલો કર્યો.
ઈરાની ગાર્ડ્સે કહ્યું કે તેઓએ ઉત્તરી ઈરાકી શહેર એર્બિલ નજીક ઈઝરાયેલની મોસાદ એજન્સી પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટનો અવાજ અમેરિકી દૂતાવાસ તેમજ નાગરિક વસાહતો સુધી સંભળાયો હતો, જે એર્બિલથી લગભગ 40 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં છે. હુમલાને કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મુસાફરોને એર્બિલ એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા છે.