પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર 21 વર્ષીય શુભકરણના મોતનાં વિરોધમાં શુક્રવારે દેશભરમાં ખેડૂતો બ્લેક ડે મનાવશે. બીજી તરફ, હરિયાણા પોલીસે મોડી રાત્રે આંદોલનકારી ખેડૂત નેતાઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. અંબાલા પોલીસે કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારી ખેડૂત નેતાઓ જ કરશે. આ માટે તેમની મિલકતો જપ્ત કરવામાં આવી રહી છે અને બેંક ખાતા જપ્ત કરવામાં આવી રહ્યા છે.
ખેડૂતોના આંદોલનનો આજે 11મો દિવસ છે. કિસાન-મઝદૂર મોરચા (KMM) આજે દિલ્હી કૂચ અંગે નિર્ણય લેશે. 21 ફેબ્રુઆરીએ ખનૌરી બોર્ડર પર યુવક શુભકરણનાં મોત બાદ ખેડૂતોએ દિલ્હી કૂચ અટકાવી દીધી હતી.