Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરામાં હોલીડે પેકેજ આપવાના બહાને 4 લોકો સાથે 3 લાખની ઠગાઈ

પાર્ક પ્રિવેરા કંપનીના 4 ભેજાબાજ સામે ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-03-06 11:45:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડોદરામાં પાર્ક પ્રિવેરા કંપનીના સંચાલકો અને તેમના મળતીયા સામે હોલીડે ટૂરનું પેકેજ આપવાના નામે વધુ એક ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે. જેમાં હોલીડે પેકેજ આપવાનું કહીને વડોદરા શહેરના હરણી રોડ પર રહેતા મહિલા સહિત કુલ 4 લોકો પાસેથી 3.01 લાખ રૂપિયા પડાવ્યા હતા. પરંતુ ટુરને આયોજન કરી આપ્યું નહોતું. જેથી મહિલાએ પાર્ક પ્રિવેરા કંપનીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના હરણી રોડ પર મીરા ચાર રસ્તા પાસેની જીવનપ્રકાશ સોસાયટીમાં રહેતા ચેતનાબેન દિનેશભાઈ ભાવસારે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2022માં મારા પતિ દિનેશના મોબાઈલ પર પુંજા માતુરકરનો ફોન આવ્યો હતો હતો અને તેણે જણાવ્યું હતું કે, અમારી પાર્ક પ્રિવેરા હોસ્પિલાટી પ્રા.લી. નામની કંપની હોલીડે પેકેજનું આયોજન કરે છે, જેના દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ સયાજીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
જેથી હું અને મારા પતિ દિનેશ રાતના 8 વાગ્યાની આસપાસ સયાજી હોટલમાં ગયા હતા. જ્યાં ગયા બાદ જાણવા મળ્યું હતુ કે, આ કંપનીનું સંચાલન રાહુલ ગુપ્તા સંભાળે છે. તેમના સિનિયર નિશિથ શ્રીવાસ્તવ કંપનીની અલગ- અલગ સ્કીમ બતાવી એક પ્લાનમાં તેઓએ 5 વર્ષની મેમ્બરશીપ અને 35 રાત્રિનો પ્લાન જણાવી તેમાં એક કપલ અને એક બાળકની મેમ્બરશીપની ફી 1,25,000 રૂપિયા ભરવાની થાય છે અને તેઓએ અમને ભારત અને ભારતની બહાર વિંદેશમાં ટૂરમાં લઈ જવાની તેમજ જે- તે હોટલોમાં નાસ્તો તેમજ રહેવાની સગવડ આપવાની વાતચીત કરી હતી.
અમને તેમના વિશ્વાસ આવી જતા મારા પતિએ 1,25,000 રૂપિયા પાર્ક પ્રિવેરાના ખાતામાં ચૂકવ્યા હતા. તેની રિસીપ્ટ શશાંક શર્માએ આપી હતી અને એકવાર અમને જયપુરની ટૂર કરાવી હતી. જોકે, ત્યારબાદ અમે અવાર નવાર આ કંપનીને બહાર ગામ ફરવા જવા માટે આયોજન કરવા અંગેનું જણાવતા તેઓ ગલ્લા તલ્લા કરતા હતા અને અમને કોઈ સંતોષકારક જવાબ આપતા નહોતા.
છેલ્લા બે વર્ષ દરમિયાન મારા પતિ તેઓની વડોદરા ખાતેની ઓફિસમાં અવારનવાર મળવા જતાં હતા. જ્યાં પણ તેઓ ઉડાઉ જવાબો આપતા હતા અને બે વર્ષ સુધી કોઈ બુકિંગ નહી આપીને અમારી સાથે છેતરપિંડી આચરી છે. મારી સાથે જ નહીં પરંતુ, વિમલભાઇ ક્રિશ્યન પાસેથી 1.30 લાખ, વરુણભાઇ દોષી પાસેથી 24 હજાર, મોહમદસફી કડીવાલા પાસેથી 22,500 રૂપિયા પડાવ્યા હતા. આ મામલે મેં પાર્ક પ્રિવેરા હોસ્પિટાલીટી પ્રા.લિ. કંપની, નિશિથ શ્રીવાસ્તવ, પૂજા માતુરકર અને શશાંક શર્મા સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Tags: fir against park privieraholiday packegevadodara
Previous Post

મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર 42 કલાક મંદિર ખુલ્લુ રહેશે

Next Post

મોબાઇલની બેટરીમાં વિસ્ફોટ થતા દસ વર્ષના બાળકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મોબાઇલની બેટરીમાં વિસ્ફોટ થતા દસ વર્ષના બાળકનું મોત

મોબાઇલની બેટરીમાં વિસ્ફોટ થતા દસ વર્ષના બાળકનું મોત

UPDATE : દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

UPDATE : દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.