ગુજરાતભરની RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા 12 દિવસથી બંધ હતું. જે 28 માર્ચથી ફરીથી કાર્યરત થતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારોની મુશ્કેલીનો અંત આવ્યો છે. આજથી ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થતાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં આરટીઓ ખાતે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતાં. અમદાવાદ RTO દ્વારા દરરોજ લેવામાં આવતી અરજીઓમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં પહેલા 350 જેટલી અરજીઓ લેવામાં આવતી હતી, જેમાં 100 અરજીનો ઉમેરો કરી પેન્ડીંગ કામને સરભર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુરત આરટીઓમાં આજે 50થી વધુ લોકોએ ટેસ્ટિંગ ટ્રેક ફરી શરૂ થતા ટેસ્ટ આપ્યો હતો.
ગુજરાતભરની RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા 12 દિવસથી બંધ હતું. જે 28 માર્ચથી ફરીથી કાર્યરત થતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારોની મુશ્કેલીનો અંત આવ્યો છે. ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થતાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં આરટીઓ ખાતે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતાં. અમદાવાદ RTO દ્વારા દરરોજ લેવામાં આવતી અરજીઓમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં પહેલા 350 જેટલી અરજીઓ લેવામાં આવતી હતી, જેમાં 100 અરજીનો ઉમેરો કરી પેન્ડીંગ કામને સરભર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુરત આરટીઓમાં 50થી વધુ લોકોએ ટેસ્ટિંગ ટ્રેક ફરી શરૂ થતા ટેસ્ટ આપ્યો હતો.