Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ

હાઇકોર્ટે કહ્યું- કોન્ટ્રાક્ટ આપનારા તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઇએ

dharmendravaghela by dharmendravaghela
2024-04-26 11:57:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગત 18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ રહી છે. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ કર્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?
ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન ઉપર આજે વધુ સુનવણી હાથ ધરાઇ હતી. ગત સુનવણીમાં કોર્ટે હરણી તળાવ રી-ડેવલોપમેન્ટ કોન્ટ્રાક્ટ આપવાના તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું. જે મુદ્દે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે સોગંદનામા ઉપર તમામ રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. VMCના એડવોકેટે જણાવ્યું હતું કે આ કેસ સંદર્ભે કુલ 11 ફાઇલો છે, જે આશરે 04 હજાર પાનાની છે.
આ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે સૌપ્રથમ જ્યારે હરણી તળાવને વિકસિત કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે બે વ્યક્તિઓએ બીડ ભરી હતી. પરંતુ સપ્ટેમ્બર 2015માં યોગ્ય ક્વોલિફિકેશન ના હોવાથી બંને બીડ રિજેક્ટ કરવામાં આવી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટસ પાસે છેલ્લા ત્રણ વર્ષમાં પૂરતી આર્થિક ક્ષમતા ન હોવાથી તેને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નહોતો. ફરી વખત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપર હરણી તળાવ વિકસાવવાની જાહેરાત આપવામા આવી હતી. જેમાં પણ બે લોકોએ ભાગ લીધો હતો. પરંતુ ફક્ત કોટિયા પ્રોજેક્ટ્સ દ્વારા બીડ ભરવામાં આવી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટ્સની બીડ મંજૂર રાખવામાં આવી હતી. જેથી કોર્ટે પૂછ્યું હતું કે ફક્ત બે મહિનાની અંદર કેવી રીતે કોટિયા પ્રોજેક્ટ સક્ષમ થઈ ગયું ? કોર્ટે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ આપવા વાળા તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઈએ.

Tags: gujaratharani boat accident casevadodara
Previous Post

પાંચ દિવસ 42 ડિગ્રી સુધી અંગ દઝાડતી ગરમી પડશે

Next Post

મોદી-રાહુલની સ્પીચ પર ચૂંટણીપંચની નોટિસ

dharmendravaghela

dharmendravaghela

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
મોદી-રાહુલની સ્પીચ પર ચૂંટણીપંચની નોટિસ

મોદી-રાહુલની સ્પીચ પર ચૂંટણીપંચની નોટિસ

જીવનસાથીને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય – દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટ વડાપ્રધાન મોદીને ગેરલાયક ઠેરવવાની અરજી પર કરશે સુનાવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.