IPL 2024માં અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ચુક જોવા મળી હતી. એક પ્રશંસક સુરક્ષા ઘેરો તોડીને ધોની પાસે પહોંચી ગયો હતો.
આ મેચમાં અંતિમ ઓવર દરમિયાન એક પ્રશંસક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા તોડીને અંદર પીચ પર પહોંચી ગયો હતો. તે ધોની પાસે પહોંચી ગયો હતો અને તેને ગળે લગાવ્યો હતો અને પગે પડ્યો હતો. થોડી વાર બાદ સુરક્ષાકર્મી તેને બહાર લઇ ગયા હતા. એક વખત ધોની પણ ફેનને અચાનક તેની પાસે જોઇને ચોકી ગયો હતો અને ફેનને જોઇને દોડવા લાગ્યો હતો.