Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાડુ આપવાના બદલે પેસેન્જરે કહ્યું- મારે રિક્ષામાં દુબઈ જવું છે !

ડ્રાઈવરે રિક્ષામાંથી ઉતરવાનું કહેતા માર મારી કપડાં ફાડી નાખ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-05-14 12:05:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રિક્ષામાં બેસીને પેસેન્જરને તેની જગ્યાએ ઉતારી રિક્ષા ચાલકે ભાડુ માગતા પેસેન્જરે ભાડુ આપવાની જગ્યાએ તેને કહ્યું હતું કે, મારે દુબઇ જવું છે. ત્યારે રિક્ષા ચાલકે તેને મજાક નહીં કરી ભાડુ આપવાનું કહેતા જ પેસેન્જર અને તેના માણસોએ રિક્ષા ચાલકને માર માર્યો હતો અને મોબાઇલ તથા રોકડા રૂપિયા લૂંટીને ભાગી ગયા હતા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોમતીપુરમાં રહેતા અશરફઅલી અંસારી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ કાલે રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ હું સારંગપુર સર્કલથી એક પેસેન્જર લઈ શાહ આલમ ટોલ નાકા જવા નીકળ્યો હતો. એસ.ટી ગીતા મંદિર ચાર રસ્તાથી મેં બીજો એક પેસેન્જર મારી રિક્ષામાં બેસાડ્યો હતો. હું રિક્ષા લઇને શાહ આલમ ટોલ નાકા આગળ આવેલા કેક એન જોય નામની દુકાન સામે રોડ પર પહોંચ્યો તે દરમિયાન મેં પેસેન્જરને ઉતારવા માટે રિક્ષા ઉભી રાખીને ભાડુ આપવાનું કહેતા અજાણ્યો પેસેન્જરે મને કહ્યું કે રિક્ષામાં મારે દુબઈ જવું છે. મેં મજાક નહીં કરવા અને ભાડુ આપી નીચે ઉતરવાનું કહેતા મને ભાડુ નહીં આપવાનું કહીં એકદમ ઉશ્કેરાઈ જઈને મને ગંદી બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મેં તેને નીચે ઉતારવાનો પ્રયત્ન કરતા મને અગાઉ અકસ્માતમાં ઈજા થઈ હતી અને ગળાના ભાગે ટાંકા લીધા હતા તે જગ્યાએ મને એક ફેંટ મારી હતી. અને વધુ બોલાચાલી થતા આ અજાણ્યા માણસે તે દરમિયાન બુમો પાડતા આસપાસથી બે માણસો આવી મને નીચે પાડી દઈ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.

Tags: AhmedabadFirpassenger beat rixa driver
Previous Post

દગાબાજ પત્નીએ લગ્નને ‘મજાક’ બનાવી UPSCમાં પાસ થવા પતિને છેતર્યો

Next Post

ભરઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભરઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

ભરઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

મોબાઇલ દરમાં થશે 25 ટકાનો વધારો

મોબાઇલ દરમાં થશે 25 ટકાનો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.