ઈન્દોરમાં નોટાને 51 હજારથી વધુ વોટ મળ્યા. સવારે 10.30 વાગ્યા સુધી NOTAને 51 હજારથી વધુ વોટ મળ્યા છે. અત્યાર સુધી આ રેકોર્ડ બિહારની ગોપાલગંજ સીટના નામે હતો. 2019માં દેશમાં સૌથી વધુ 51,600 વોટ મળ્યા હતા. બીજા સ્થાને બિહારની પશ્ચિમ ચંપારણ સીટ હતી જ્યાં NOTAને 45 હજાર 637 વોટ મળ્યા હતા. ત્રીજા સ્થાને છત્તીસગઢની બસ્તર સીટ રહી, જ્યાં NOTAમાં 41 હજાર 667 વોટ પડ્યા હતા.