રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતનાં વિવિધ શહેરોમાં થયેલી દુર્ઘટનાઓમાં પરિવારોને અને જનતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા 300 કિલોમીટરની ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે. 9 ઓગસ્ટે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા આજે અમદાવાદમાં પ્રવેશી અંતે ગાંધીનગર પહોંચશે. ન્યાયયાત્રા દરમિયાન સાથે રાખવામાં આવેલા ઘડામાં લોકોના પ્રશ્નો મળ્યા છે આ પ્રશ્નોને કોંગ્રેસના નેતાઓ સરકાર સુધી પહોંચાડશે.