Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોકર અને રમી જુગાર નથી: સ્કીલની રમત છે : અલ્હાબાદ હાઈકોર્ટ

ગેમીંગ યુનિટને મંજુરીના કેસમાં વિવિધ ચુકાદા ટાંકીને નિર્દેશ

dharmendravaghela by dharmendravaghela
2024-09-05 12:23:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, ’પોકર (પત્તાની રમત) અને રમી જુગાર નથી. પરંતુ સ્કીલની રમત છે.’ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડની અરજી પર જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ મંજીવ શુક્લની બેન્ચે આ આદેશ આપ્યો છે.
ભારતના બંધારણની કલમ 226 હેઠળ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડ તરફથી અલ્લાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારેઆગ્રા પોલીસ કમિશનરેટના DCP સિટીના કાર્યાલય દ્વારા પસાર કરાયેલા આદેશથી નારાજ થઈને હાઈકોર્ટમાં અરજીમાં દાખલ કરી હતી. ડીસીપી ઓફિસે પોકર અને રમી માટે ગેમિંગ યુનિટ ચલાવવાની પરવાનગી નકારી હતી. અરજદારના વકીલે દલીલોને મજબૂત કરવા માટે, આંધ્ર પ્રદેશ વિરુદ્ધ કે.એસ. સત્યનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો તેમજ જંગલી ગેમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ’પોકર અને રમીની રમત સ્કીલની રમત છે જુગાર નથી.’
અરજદારના વકીલે દલીલ કરી હતી કે પરવાનગી આપવાનો ઇનકાર માત્ર એવી ધારણા પર આધારિત હતો કે આવી રમતો શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે છે અથવા જુગાર ગણાય છે. કોર્ટ સમક્ષ પ્રાથમિક કાનૂની મુદ્દો એ હતો કે, શું પોકર અને રમીને જુગારની પ્રવૃત્તિઓ તરીકે વર્ગીકૃત કરી શકાય કે સ્કીલની રમતો તરીકે ઓળખી શકાય. કોર્ટે જણાવ્યું હતું કે, ’જુગાર પર પ્રતિબંધ છે તેને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એ પાસાને ધ્યાનમાં લીધા વિના કે પત્તાની રમતો એટલે કે પોકર અને રમી સંપૂર્ણપણે સ્કીલની રમતો છે અને તે જુગાર નથી.’
અલ્લાહાબાદ હાઈકોર્ટે વધુ સ્પષ્ટતા કરી કે પોકર અને રમી રમતા ગેમિંગ યુનિટ ચલાવવાની મંજૂરી આપવાથી સત્તાવાળાઓને ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાથી રોકી શકાતી નથી. હાઈકોર્ટે સ્કીલ આધારિત રમતોના મુદ્દે સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના નિર્ણયોને ધ્યાનમાં લઈને સંબંધિત ઓથોરિટીને આ બાબતે પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

Tags: allahabad high courtpoker & rummy are not gambling
Previous Post

અદાણીને લાભ કરાવવા જાહેર ક્ષેત્રની બેંકોએ 46,000 કરોડ જતા કર્યાં!

Next Post

ભાવનગર ખાતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ભાવનગર ખાતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી

ભાવનગર ખાતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે શિક્ષક દિવસની ઉજવણી

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે શિક્ષક દિવસની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.