મહારાષ્ટ્રમાં કેબિનેટ ખાતાની અંતે ફાળવણી કરવામાં આવી છેમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય,કાયદો અને ન્યાય,સામાન્ય વહીવટ,માહિતી અને પ્રચાર વિભાગો પોતાની પાસે રાખ્યા છે. જ્યારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને શહેરી વિકાસ, આવાસ અને જાહેર કાર્યોની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય અજિત પવારને નાણાની સાથે રાજ્ય આબકારી મંત્રાલય પણ આપવામાં આવ્યું છે.
એકનાથ શિંદેને અર્બન ડેવલપમેન્ટ હાઉસિંગ અને પબ્લિક ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે અજિત પવારને નાણા અને પ્લાનિંગ, સ્ટેટ એક્સાઇઝ ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા છે.ભાજપના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ રહેતા ચંદ્રશેખર બાવનકુલેને રેવન્યૂ મંત્રાલય સોપવામાં આવ્યું છે. રાધાકૃષ્ણના પાટીલને વોટર રિસોર્સ (ગોદાવરી અને ક્રિષ્ણા વેલી ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના મંત્રી બનાવવામાં આવ્યા છે.માણિકરાવ કોકાટેને કૃષિ વિભાગ, ધનંજય મુંડેને ખાદ્ય, સિવિલ સપ્લાય અને કંજ્યુમર પ્રોટેક્શન વિભાગ આપવામાં આવ્યા છે. દત્તાત્રય ભરણેને રમત અને યુવા કલ્યાણ, લઘુમતિ વિકાસ અને ઔકાફ, પ્રતાપ સરનાઇકને પરિવહન વિભાગની જવાબદારી સોપવામાં આવી છે. હસન મુસરીફને મેડિકલ એજ્યુકેશન ખાતુ સોપવામાં આવ્યું છે.ચંદ્રકાન્ત પાટીલને હાયર અને ટેકનિકલ એજ્યુકેશન પાર્લામેન્ટરી અફેર્સના મંત્રી બનાવવામાં આવ્યા છે. ગીરીશ મહાજનને વોટર રિસોર્સ (વિદર્ભ, તાપી, કોકણ, ડેવલપમેન્ટ કોર્પોરેશન) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતુ સોપવામાં આવ્યું છે.