Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સ્વરાંજલિના કાર્યક્રમમાં સુગમસંગીતનાં ભાવકો થયાં રસતરબોળ

સ્વર-સંગતિ અને કવિતાકક્ષના ઉપક્રમે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનાં ચિરસ્મરણીય સ્વરાંકનોની પ્રસ્તુતિના કાર્યક્રમને ત્રણસોથી વધુ સંગીતપ્રેમી ભાવકોને આકંઠ માણ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-02-17 13:17:25
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર ખાતે લાંબા સમય બાદ સુગમસંગીતનો એક યાદગાર કાર્યક્રમતાજેતરમાં આયોજિત થયો. સ્વર-સંગતિ અને કવિતાકક્ષના સંયુક્ત ઉપક્રમે લીલા ગ્રુપ ઓફ કંપનીઝના સહયોગથી “…ને તમે યાદ આવ્યા” શીર્ષકથી પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનાં ચિરસ્મરણીય સ્વરાંકનોની પ્રસ્તુતિના આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ સંગીતપ્રેમી ભાવકોને સતત ત્રણ કલાક સુધી આકંઠ માણ્યો હતો.


શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠનાં પ્રાંગણમાં ગત તા. ૧૪ ને શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિતાકક્ષના સ્થાપક પ્રમુખ પ્રા. હિમલ પંડ્યા દ્વારા પ્રસ્તાવના અને શાબ્દિક સ્વાગત બાદ શ્રી પુરુષોત્તમભાઈના સ્વરમાં જ સ્તુતિગાન બાદ જાણીતા ઉદ્ઘોષક શ્રી તુષાર જોષીનાં સંચાલનમાં પ્રારંભે સ્થાનિક કલાકારો ડૉ. ફિરદૌસ દેખૈયા, હારિત ધોળકિયા તથા અપેક્ષા ભટ્ટ દ્વારા પુરુષોત્તમભાઈનાં કેટલાંક સર્વપ્રિય સ્વરાંકનોની પ્રસ્તુતિ કરવામાં આવેલ જેમાં રાતદિવસનો રસ્તો વ્હાલમ, સાયબો મારો ગુલાબનો છોડ, પાંચીકા રમતી તી, દિવસો જુદાઈના વિગેરે રજૂ થયેલ હતાં.
ત્યારબાદ ગુજરાતી સુગમગાયકીમાં અદકેરું સ્થાન ધરાવતા ગાર્ગી વોરાએ “હવે મંદિરના બારણાં” સ્તુતિથી આરંભ કરીને પુરુષોત્તમભાઈનાં અનેક જાણીતાં સ્વરાંકનો ઉપરાંત ખાસ અંગત બેઠકોમાં જે ગીતો ગાવાનું તેઓ પસંદ કરતાં એવાં સ્વરાંકનો પણ સુમધુર રીતે પ્રસ્તુત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં. આ પ્રસંગે ભાવનગરનું પોતીકું ગણી શકાય એવાં “માંડવાની જૂઈ” ગીતની પ્રસ્તુતિ દ્વારા સ્વ. પિનાકીનભાઈ મહેતાની સ્મૃતિઓને વાગોળીને પર સહુ ભાવકોની ખૂબ દાદ મેળવેલ હતી. આ ઉપરાંત હૈયાંને દરબાર, શબરીએ બોર કદી – જેવાં ગીતોથી લઈને બેફામ, મરીઝની લોકપ્રિય ગઝલો પણ ગાર્ગી વોરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.
સમગ્ર આયોજન દરમ્યાન તુષાર જોષી દ્વારા પુરુષોત્તમ-સ્મૃતિઓને સતત કેન્દ્રસ્થાને રાખીને રસસભર સંચાલન કરવામાં આવ્યું હોવાથી આખોય કાર્યક્રમ ભાવેણાંનો પુરુષોત્તમ-પ્રેમને અભિવ્યક્ત કરતો હોય એવું સુમધુર વાતાવરણ રચાયું હતું. ઘણાં વખતે ભાવનગરમાં ફરીથી એક મોટી પારિવારિક બેઠક સમાન આ આયોજનમાં કવિશ્રી હરિશ્ચંદ્ર જોશી, કવિશ્રી વિનોદ જોશી, ડૉ. ઉષા ઉપાધ્યાય, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, સ્વરકાર અનંત વ્યાસ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રસંગે “ભાવનગર મ્યુઝિક લવર્સ ફોરમ” ની સ્થાપના બાબતે પણ પ્રારંભિક જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શીર્ષકગીત “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા” તમામ કલાકારો અને શ્રોતાઓ દ્વારા સમૂહ સ્વરે ગાવામાં આવેલ હતું. કાર્યક્રમની આભારવિધિ સ્વર-સંગતિ વતી રીખવ મહેતાએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને થોડા જ દિવસોમાં કવિતાકક્ષ યુટ્યુબ ચેનલ પર માણી શકાશે.

Tags: bhavnagarlate purushottam upadhyayswaranjali
Previous Post

USથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતી આજે આવશે

Next Post

શિક્ષણ સમિતિના પ્રતિભાશાળી અને નિરાધાર 108 બાળકોનું પ્રવાસ માટે પ્રસ્થાન

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
શિક્ષણ સમિતિના પ્રતિભાશાળી અને નિરાધાર 108 બાળકોનું પ્રવાસ માટે પ્રસ્થાન

શિક્ષણ સમિતિના પ્રતિભાશાળી અને નિરાધાર 108 બાળકોનું પ્રવાસ માટે પ્રસ્થાન

નારી ગામના જાનૈયાઓ ભરેલી બસ બજુડ ગામના પાટીયા પાસે સળગી ગઈ

નારી ગામના જાનૈયાઓ ભરેલી બસ બજુડ ગામના પાટીયા પાસે સળગી ગઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.