Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

X પર સતત સાયબર એટેકથી મસ્ક ચિંતિત!

વિશ્વના ખતરનાક હેકર જૂથે સાયબર હુમલાની લીધી જવાબદારી

dharmendravaghela by dharmendravaghela
2025-03-11 11:50:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સોમવારે એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નું સર્વર ઘણી વખત ડાઉન થયું હતું. એલોન મસ્ક દ્વારા X પર સાયબર હુમલો થયો હોવાનું જણાવ્યા પછી, ટેલિગ્રામ પરના કુખ્યાત પ્રો-પેલેસ્ટાઈન હેકર જૂથ ડાર્ક સ્ટોર્મ ટીમે આ સાયબર હુમલાની જવાબદારી લીધી. જ્યારે Xનું સર્વર સોમવારે સતત ડાઉન રહ્યું હતું, ત્યારે એલોન મસ્કએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. મસ્કે કહ્યું, ‘X પર સાયબર એટેક થયો છે. X પર દરરોજ સાયબર હુમલા કરવામાં આવે છે, પરંતુ આ વખતે Xને મોટા પાયે નિશાન બનાવવામાં આવ્યું છે. શું આ કોઈ ખતરનાક જૂથનું કામ છે કે કોઈ દેશ પણ આમાં સામેલ છે? તેની ચકાસણી કરવામાં આવી રહી છે.’
એલોન મસ્કની પ્રતિક્રિયા પછી, ટેલિગ્રામ પર કુખ્યાત પ્રો-પેલેસ્ટાઈન હેકર જૂથ ડાર્ક સ્ટોર્મ ટીમે સાયબર હુમલાની જવાબદારી લીધી અને કહ્યું કે એક્સનું સર્વર ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ (DDoS) હુમલાથી ડાઉન થયું હતું. ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ (DDoS) એટેક હેકિંગથી અલગ છે, પરંતુ એક સાયબર એટેક છે, જેમાં હેકર્સ વેબસાઇટ અથવા સર્વર પર એટલો બધો નકલી ટ્રાફિક મોકલે છે કે તે અટકી જાય છે અને તે વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જાય છે. આ સાયબર હુમલામાં, ઘણાં વિવિધ કમ્પ્યુટર્સ અથવા બોટનેટ્સનો ઉપયોગ કરીને, સર્વરને એક જ સમયે વધુ પડતી વિનંતીઓ મોકલવામાં આવે છે, જેના કારણે તે વધુ પડતા ભારને કારણે કામ કરવાનું બંધ કરે છે.
ડાર્ક સ્ટોર્મ ટીમ હેકિંગ જૂથ વિશે વાત કરીએ, જેણે DDos હુમલા દ્વારા X સર્વરને ડાઉન કરવાની જવાબદારી લીધી, તે એક કુખ્યાત હેકર જૂથ છે, જેણે વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ પર હુમલો કર્યો છે. ફેબ્રુઆરી 2024 માં, આ જૂથે નાટો દેશો, ઇઝરાયેલ અને તેના સહયોગી દેશો પર સાયબર હુમલાની જાહેરાત કરી હતી. આ જૂથના હેકર્સ અત્યંત સંગઠિત સાયબર હુમલાઓ કરવા માટે વિશ્વભરમાં કુખ્યાત છે.
ભારતમાં, X લગભગ બપોરે 3 વાગ્યે પ્રથમ વખત ડાઉન થયું, 7.20 વાગ્યે ડાઉન થયું, ત્યાર બાદ રાત્રે અંદાજીત9.30 વાગ્યાની આસપાસ ડાઉન ગયું હતું. જો કે, મોટાભાગના અમેરિકન વપરાશકર્તાઓએ તેના વિશે ફરિયાદો નોંધાવી હતી. આઉટેજ મોનિટરિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટર અનુસાર ભારતમાંથી લગભગ બે હજાર ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જ્યારે અમેરિકાના 18 હજાર વપરાશકર્તાઓ અને બ્રિટનના લગભગ 10 હજાર લોકોએ તેની જાણ કરી હતી.

Tags: cyber attackMuskUSAx
Previous Post

મોદી બે દિવસના મોરેશિયસ પ્રવાસે : 10 વર્ષમાં બીજી મુલાકાત

Next Post

દહેજ જેટી ફિઝિબિલિટ નહોતી છતાં 290 કરોડ ખર્ચી બનાવી :કર્યું, માટી-કાંપ દૂર કરવા ખર્ચાયેલા 117 કરોડ પાણીમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દહેજ જેટી ફિઝિબિલિટ નહોતી છતાં 290 કરોડ ખર્ચી બનાવી :કર્યું, માટી-કાંપ દૂર કરવા ખર્ચાયેલા 117 કરોડ પાણીમાં

દહેજ જેટી ફિઝિબિલિટ નહોતી છતાં 290 કરોડ ખર્ચી બનાવી :કર્યું, માટી-કાંપ દૂર કરવા ખર્ચાયેલા 117 કરોડ પાણીમાં

પ્રાંતિજના યુવકનું USમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત

પ્રાંતિજના યુવકનું USમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.