મધ્ય અમેરિકા સ્થિત દેશ હોન્ડુરાસના દરિયાકાંઠે એક વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં બાર લોકોના મોત થયા હતા, જેમાં એક પ્રખ્યાત ગેરીફુના સંગીતકારનો પણ સમાવેશ થાય છે. સોમવારે રાત્રે રોઆટન ટાપુથી મુખ્ય ભૂમિ શહેર લા સેઇબા માટે ઉડાન ભર્યાના થોડા સમય પછી લનહાસા એરલાઇન્સનું વિમાન દરિયામાં ક્રેશ થયું હતું. વિમાનમાં 17 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાંથી પાંચને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, વિમાન સંપૂર્ણ ઊંચાઈએ પહોંચ્યું ન હતું અને અથડામણ પછી તરત જ સમુદ્રમાં ડૂબી ગયું. બચી ગયેલા લોકોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. હોન્ડુરાસ સિવિલ એરોનોટિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ ચાલી રહી છે.