Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નારાયણ સરોવર, જખૌ અને લખપત દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે પ્રતિબંધ

કોટેશ્વર મંદિર બંધ કરાવાયું, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

dharmendravaghela by dharmendravaghela
2025-05-09 12:04:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ આ વિસ્તારમાં માછીમારી કરતાં પકડાશે તો જાહેરનામા ભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે.આ માટે મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામક દ્વારા હુકમ કરી તમામ મંડળીઓ અને માછીમારોને જાણ કરી દેવામાં આવી છે.આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ પ્રકારની માછીમારી બોટને કિનારા પર લાંગરી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.
અત્રે મહત્વનુ઼ છે કે સમગ્ર કચ્છ જિલ્લો એલર્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. તમામ સ્થળોએ લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં બ્લેકઆઉટ છવાયો છે.
ભારત પાકિસ્તાનની સરહદે દરિયા કિનારા પર આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ મંદિરને તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવ્યું છે અહીંથી ધંધાર્થીઓને પણ ખસેડી લેવામાં આવ્યા છે મંદિરની આસપાસ પોલીસ સહિત વિવિધ એજન્સીઓનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા લક્કીનાળા પાસે સમુદ્ર સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત બોટ સેવા ચાલુ કરવામાં આવી હતી.જે બે દિવસથી બંધ કરી દેવામાં આવી છે અને આગામી સુચના ન મળે ત્યાં સુધી આ બોટ સેવા બંધ રહેશે.નારાયણ સરોવર અને કોટેશ્વરના દરિયાઇ વિસ્તારમાં માછીમારી માટે ગયેલ 32 જેટલી બોટને કોટેશ્વરની જેટી પર લાંગરી દેવામાં આવી છે. જખૌમાં ગીર સોમનાથ અને વેરાવળની 100 થી 150 જેટલી મોટી બોટો આઠ દિવસ પહેલાથી જ સુરક્ષિત જગ્યાએ લાંગરી દેવામાં આવી છે અને દરિયામાં ગયેલી તમામ માછીમારી બોટોને તાત્કાલિક ધોરણે બોલાવી લેવાઈ છે.

Tags: Kutchnarayan sarovarno fishingsea
Previous Post

અમદાવાદથી ઉપડતી 6 ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ

Next Post

બલૂચિસ્તાનમાં લોકોએ પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

મુંબઈના નાલાસોપારામાં કાગળમાંથી બનાવી 22 ફૂટની બાપ્પાની મૂર્તિ…
તાજા સમાચાર

મુંબઈના નાલાસોપારામાં કાગળમાંથી બનાવી 22 ફૂટની બાપ્પાની મૂર્તિ…

September 15, 2026
હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
Next Post
બલૂચિસ્તાનમાં લોકોએ પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું

બલૂચિસ્તાનમાં લોકોએ પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.