અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં 260થી વધુ લોકોના મોત થયા હતા. ભારતના ડીજીસીએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં આવશે. ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયાને 15 જૂન, 2025ની મધ્યરાત્રિથી ભારતમાં ઉડાન ભરતા પહેલા વિમાનની ફરીથી વિશેષ સ્પેશિયલ તપાસ ફરજિયાત કરવામાં આવશે.
ડીજીસીએ ઉડાન પહેલા ટેકનિકલ તપાસનો પણ આદેશ આપ્યો છે. જેમાં ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કંપ્રેસર સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ સ્ટેટ, એન્જિન ફ્યુલ એક્ટુએટર ઓપરેશન, ઓયલ સિસ્ટમ અને હાઈડ્રોલિક સિસ્ટમની સેવા સામેલ છે. ઉપરાંત ટેકઓફ પહેલા પેરામીટર્સની યોગ્ય સમીક્ષા કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
આ ઉપરાંત ડીજીસીએ દ્વારા ફ્લાઇટ કંટ્રોલ ઈન્સપેક્શનને ટ્રાંઝિટ નિરીક્ષણમાં ઉમેરવામાં આવે અને આ પ્રક્રિયા આગામી આદેશ સુધી શરૂ રાખવામાં આવે તેવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. બે સપ્તાહની અંદર પાવર એશ્યોરેંસ ચેક કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં બોઈંગ ડ્રિમલાઈનર વિમાનોમાં સામે આવેલી રિપિટિટિવ ટેક્નિકલ ખામીની સમીક્ષા કરવા અને તેની સાથે જોડાયેલા મેંટેંનેંસ કામને જલદીથી પતાવવાનો આદેશ આપ્યો છે.