Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુરોપમાં ફ્રાન્સ પછી સાયપ્રસમાં પણ ભારતની યુપીઆઈ સર્વિસ શરૂ થશે

ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે આ વર્ષે ફ્રી ટ્રેડ કરારની સંભાવના: મોદી

dharmendravaghela by dharmendravaghela
2025-06-17 11:58:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાયપ્રસને ભારતનું વિશ્વસનીય સાથીદાર ગણાવીને વડાપ્રધાન પીએમ મોદીએ બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત હોવાની સાથે તેમા વિકાસની જબરદસ્ત સંભાવના પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત આ પ્રવાસમાં સાઇપ્રસ યુરોપમાં ફ્રાન્સ પછી ભારતના યુપીઆઇનો ઉપયોગ કરનારો બીજો દેશ બનશે. તેમણે બંને દેશો વચ્ચેના હાલના ૧૫ કરોડ ડોલરના વેપારને નવી ઊંચાઈએ પહોંચાડવા જણાવ્યું હતું.
સાયપ્રસના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલ્ડીસ સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ ટવીટ કરી જણાવ્યું હતું કે તેમની સાથેની બેઠક સફળ રહી હતી. આ બેઠકમાં તેમણે અગ્રણી સીઇઓ સાથે સંવાદ કર્યો હતો. તેની સાથે ભારત અને સાયપ્રસ વચ્ચે વ્યાપક આર્થિક જોડાણો પર ભાર મૂક્યો હતો.પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઇનોવેશન ઉર્જા, ટેકનોલોજી એમ ઘણા ક્ષેત્રોમાં જબરદસ્ત તક છે. તેની સાથે તેમણે ભારતે છેલ્લા દાયકા દરમિયાન કરેલા સુધારા જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ૨૩ વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાને સાઇપ્રસની મુલાકાત લીધી છે. તેનો પ્રથમ પ્રોગ્રામ જ બિઝનેસ રાઉન્ડટેબલ છે. ભારત-સાયપ્રસ સંબંધોને લઈને ઉદ્યોગપતિઓ અને સીઇઓ કેટલા ઉત્સુક છે તે આ બાબતનું પ્રતિબિંબ છે. પીએમ મોદીનું સાયપ્રસના સૌથી ટોચના નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ માકારિઓસ-૩ વડે સન્માન કરવામાં આવ્યું હતું.પીએમ મોદીએ આ સન્માન સ્વીકારતા જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેની મિત્રતાને હું આ સન્માન સમર્પિત કરું છું.
તેમણે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે વેપાર, રોકાણ, નાણાકીય સેવા, સ્ટાર્ટ અપ, ઇનોવેશન, એઆઈ, આઇટી, લોજિસ્ટિક્સ, સંરક્ષણ, કનેક્ટિવિટી, શિપિંગ અને મોબિલિટીને લઈને ઘણી સંભાવનાઓ છે. બને દેશોના ઘણા ક્ષેત્રો એકબીજા સાથે સહયોગ સાધી શકે છે. આ મુલાકાતમાં ભારતની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) અને સાયપ્રસની યુરો બેન્ક દ્વારા સાઇપ્રસમાં યુપીઆઈ સર્વિસ રજૂ કરવા પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે યુપીઆઇના કારણે વિશ્વના ૫૦ ટકા ડિજિટલ ટ્રાન્ઝેકશન્સ ભારતમા થાય છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીમાના નેશનલ સ્ટોક એક્સ્ચેન્જે સાયપ્રસ સ્ટોક એક્સ્ચેન્જ સાથે ક્રોસ બ્રોડર નાણાકીય પ્રવાહ માટે સમજૂતીપત્ર પર સહીસિક્કા કર્યા છે. યુરોપ અને ભારતના ગિફ્ટ સિટી વચ્ચે આ પ્રથમ એવા પ્રકારની વ્યવસ્થા છે જેનાથી ગિફ્ટ સિટી, સાયપ્રસ અને યુરોપના રોકાણકારોને ફાયદો થશે, એમ તેઓએ જણાવ્યું હતું. પીએમ મોદીની સાયપ્રસની મુલાકાતને બંને દેશ વચ્ચેના સંબંધોમાં નવા અધ્યાય તરીકે જોવાય છે.

Tags: cyprusupi service
Previous Post

G7 સમિટ: PM મોદી કેનેડા પહોંચ્યા

Next Post

Кракен Даркнет: Зеркала, Безопасный вход Онион и Обзор платформы 2026

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post

Кракен Даркнет: Зеркала, Безопасный вход Онион и Обзор платформы 2026

એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી, મુસાફરોને અધવચ્ચે જ છોડી ઉતારી દેવાયા

એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી, મુસાફરોને અધવચ્ચે જ છોડી ઉતારી દેવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.