અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફાર્મા બાદ ફર્નિચર પર ટેરિફ ઝીંકવાની તૈયારીમાં છે. આ માટે એક નવી દરખાસ્ત રજૂ કરી છે. તેમણે કહ્યું કે આવનારા 50 દિવસમાં તપાસ પૂરી થશે અને ત્યાર પછી નક્કી થશે કે અન્ય દેશોમાંથી અમેરિકામાં આવતા ફર્નિચર પર કેટલી ડ્યુટી લગાવવામાં આવે. ટ્રમ્પ માને છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગને ફરીથી મજબૂત બનાવશે અને ઉત્પાદનને દેશની અંદર પાછું લાવશે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં ખાસ કરીને નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને મિશિગન જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો. આ રાજ્યો એક સમયે ફર્નિચર ઉદ્યોગના મોટા કેન્દ્ર હતા, પરંતુ સસ્તા શ્રમ અને ઓછા ઉત્પાદન ખર્ચને કારણે મોટાભાગની કંપનીઓ પોતાનું કામ વિદેશોમાં લઈ ગઈ. ટ્રમ્પનું કહેવું છે કે નવા ટેરિફથી કંપનીઓ ફરીથી અમેરિકામાં ઉત્પાદન કરવા માટે મજબૂર થશે.ટ્રમ્પની જાહેરાતનો શેર માર્કેટ પર અસર ફર્નિચર આયાત પર ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ ટ્રમ્પ પ્રશાસનની વ્યાપક રણનીતિનો એક ભાગ છે. સરકાર પહેલાથી જ અન્ય ઉત્પાદનો પર પણ ટેરિફ લગાવવા પર વિચાર કરી રહી છે. જેમાં કોપર, સેમિકન્ડક્ટર અને દવાઓ (ફાર્માસ્યુટિકલ્સ) સામેલ છે.