Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં આસોમાં અષાઢી માહોલ, સૂત્રાપાડામાં આંઠ ઇંચ વરસાદ

dharmendravaghela by dharmendravaghela
2025-09-29 11:50:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કપરાડામાં 4.88 ઇંચ, ઉમરગાંવમાં 4.65 ઇંચ, પાટણ-વેરાવળમાં 4.61 ઇંચ, માંગદરોળ (જૂનાગઢ)માં 4.41 ઇંચ, કોડીનારમાં 4.25 ઇંચ, ઉનામાં 4.17 ઇંચ, અંકલેશ્વરમાં 4.17 ઇંચ, ધરમપુરમાં 4.09 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ડેડિયાપાડામાં 3.98 ઇંચ, વિસાવદરમાં 3.86 ઇંચ, તાલાલામાં 3.62 ઇંચ, કલ્યાણપુરમાં 3.50 ઇંચ, ખંભાળીયામાં 3.50 ઇંચ, પારડીમાં 3.31 ઇંચ, વાપીમાં 3.19 ઇંચ, વલસાડમાં 3.19 ઇંચ, ઉમરપાડામાં 3.07 ઇંચ વરસાદ પડ્યો હતો. બાબરામાં 2.95 ઇંચ, ઝઘડીયામાં 2.87 ઇંચ, બગસરામાં 2.83 ઇંચ, દેવગઢબારીયામાં 2.83 ઇંચ, હાંસોટમાં 2.83 ઇંચ, ગીર ગઢડામાં 2.83 ઇંચ, કેશોદમાં 2.80 ઇંચ, અમરેલીમાં 2.80 ઇંચ, મહુવા (ભાવનગર)માં 2.80 ઇંચ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ભારેથી ભારે વરસાદ સાથે અમુક અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પાડવાની સંભાવના છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં અમરેલી અને ભાવનગરમાં પણ અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 40થી 50 પ્રતિ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Tags: heavy rainnavratrisutrapadaveraval
Previous Post

નકવી સ્ટેજ પર રહ્યા એકલા, ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ન લીધી

Next Post

કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ

કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ

“આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” : પીએમ.મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના

“આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” : પીએમ.મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.