Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પે એક ફોટો મૂકતા અટકળો તેજ બની

dharmendravaghela by dharmendravaghela
2026-01-12 11:52:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં યુએસએ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાના પાટનગર કરાકાસ પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીનું અપહરણ કર્યું હતું. વેનેઝુએલામાં સત્તા અંગે ખેંચતાણ ચાલી રહી છે, એવામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક સ્ક્રિન શોટ શેર કર્યો છે.
ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે વિકિપીડિયા પર પોતાનાં પેજનો એક સ્ક્રિન શોટ શેર કર્યો છે. જેમાં ટ્રમ્પને “વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ” ગણાવવામાં આવ્યા છે. જો કે આ ઈમેજ એડિટ કરેલી છે, વીકીપીડીયા પર ટ્રમ્પના પેજ પર આવી કોઈ માહિતી નથી.
નોંધનીય છે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર આવી મજાક કરતા રહે છે. ગત વર્ષે પોપ ફ્રાન્સિસના અવસાન બાદ નવા પોપ ચૂંટવા માટે કોન્કલેવ ચાલી રહ્યો હતો ત્યારે ટ્રમ્પે પોતાને પોપ તરીકે દર્શાવતો ફોટો શેર કર્યો હતો.
ટ્રમ્પ અગાઉ અનેક વાર કહી ચુક્યા છે કે જ્યાં સુધી સત્તાનું સુરક્ષિત, યોગ્ય અને ન્યાયી હસ્તાંતરણ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી વેનેઝુએલાની સરકાર યુએસ ચલાવશે. વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ડેલ્સી રોડ્રિગ્ઝને વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા. ટ્રમ્પે પણ માદુરોના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને સત્તા સંભાળવાની મંજૂરી આપી હતી.
ટ્રમ્પે એવી પણ ધમકી આપી હતી કે જો માદુરોના નજીકના નેતા તેમની માંગણીઓ મુદ્દે સહકાર નહીં આપે, તો વેનેઝુએલા સામે વધુ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી શકે છે
દરમિયાન, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું કે યુએસએ વેનેઝુએલામાં શાસન માટે થ્રી-સ્ટેપની યોજના બનાવી છે.

Tags: trump venezuela acting presidentUSA
Previous Post

સંત કંવરરામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના વાર્ષિકોત્સવની ઉજવણી

Next Post

ન્યુઝીલેન્ડમાં ખ્રિસ્તી જુથે ‘હાકા’ ડાન્સ કરીને શીખ શોભાયાત્રા અટકાવતા વિવાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

July 23, 2026
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
Next Post
ન્યુઝીલેન્ડમાં ખ્રિસ્તી જુથે ‘હાકા’ ડાન્સ કરીને શીખ શોભાયાત્રા અટકાવતા વિવાદ

ન્યુઝીલેન્ડમાં ખ્રિસ્તી જુથે ‘હાકા’ ડાન્સ કરીને શીખ શોભાયાત્રા અટકાવતા વિવાદ

વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.