Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

મકર સંક્રાંતિ પર્વે પરિવાર પવિત્ર નદીના સ્નાન માટે જઈ રહ્યો હતો ત્યારે સર્જાયો અકસ્માત : ૧૨ લોકોને નાનીમોટી ઇજા

dharmendravaghela by dharmendravaghela
2026-01-15 12:10:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્ય પ્રદેશના ભોપાલ જિલ્લાના બેરસિયા થાણા વિસ્તારમાં આવેલા વિધા વિહાર સ્કૂલ પાસે એક ટ્રેક્ટર-ટ્રોલી અને લોડિંગ વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના ૦૫ સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકો તમામ વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારના રહેવાસી હતા અને એક જ પરિવારના સભ્યો હતા. મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે આખો પરિવાર લોડિંગ વાહનમાં સવાર થઈને હોશંગાબાદ ખાતે નદીમાં સ્નાન કરવા માટે જઈ રહ્યો હતો. સવારના સમયે જ્યારે તેમનું વાહન બેરસિયા પાસે પહોંચ્યું, ત્યારે સામેથી આવી રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી સાથે તેમની ધડાકાભેર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી ભીષણ હતી કે લોડિંગ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે ચારેબાજુ ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાંચ લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એસડીએમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હમીદિયા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં બેરસિયાના એસડીએમ આશુતોષ શર્મા, એએસપી નીરજ ચૌરસિયા અને ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ હોસ્પિટલ પહોંચીને ઘાયલોના હાલચાલ પૂછ્યા હતા અને ડોક્ટરોને શ્રેષ્ઠ સારવાર આપવા માટે નિર્દેશ આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

Tags: berasiabhopalloading accidenttractor
Previous Post

ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ

Next Post

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

બગદાણા હુમલા કેસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી

બગદાણા હુમલા કેસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.