Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચિલીના જંગલોમાં વિકરાળ આગથી ૧૮ લોકોના મોત

પેન્કોના જંગલમાં લાગેલી આગ ૮૫૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાતા વનસંપદા બળીને રાખ : આગ પ્રભાવિત વિસ્તારમાં કટોકટી જાહેર કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2026-01-19 12:48:23
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં અત્યારે કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. કોન્સેપ્સિયન પાસે આવેલા પેન્કોના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોત નીપજ્યા છે. સતત વધતી આગને જોતા સરકારે પ્રભાવિત વિસ્તારોમાં કટોકટી જાહેર કરી દીધી છે.

બાયોબિયો અને નુબલે વિસ્તારોમાં આગની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અત્યાર સુધીમાં અંદાજે 8500 હેક્ટર જમીન પર ફેલાયેલી વન સંપદા બળીને રાખ થઈ ગઈ છે. ભીષણ ગરમી અને તેજ પવનને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેને કારણે વન્યજીવોને પણ ભારે નુકસાન થયું છે. આસપાસના ગામોમાંથી અંદાજે 50,000 લોકો પોતાનું ઘર છોડી સલામત સ્થળે જવા મજબૂર બન્યા છે, જ્યારે તંત્ર દ્વારા 20,000 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. ગરમી એટલી પ્રચંડ છે કે રસ્તા પર ઉભેલી કારો પણ પીગળી રહી છે. અનેક ચર્ચ અને મકાનો આગમાં હોમાઈ ગયા છે. આકાશ નારંગી રંગનું થઈ ગયું છે અને ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે અસરગ્રસ્ત વિસ્તારોમાં આફત સામે લડવા માટે સેના અને વહીવટી તંત્રને કામે લગાડ્યું છે. હોસ્પિટલોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તંત્રએ લોકોને સલાહ આપી છે કે તેઓ ધુમાડાથી દૂર રહે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે.
સરકારની સૌથી મોટી ચિંતા અત્યારે જંગલની નજીક આવેલો ‘ઇન્દુરા ગેસ પ્લાન્ટ’ છે. જો આગ આ પ્લાન્ટ સુધી પહોંચશે, તો ગેસ લીકેજ અથવા ભીષણ વિસ્ફોટ થવાની પૂરેપૂરી આશંકા છે, જે મોટી જાનહાનિ નોતરી શકે છે. હાલમાં ફાયર ફાઈટરો પ્લાન્ટને બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.

Tags: chileforest fire
Previous Post

બગદાણા હુમલા કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી

Next Post

દક્ષિણ સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેન ટકરાતા ૨૧ લોકોના મોત : ૭૩ને ઇજા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દક્ષિણ સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેન ટકરાતા ૨૧ લોકોના મોત : ૭૩ને ઇજા

દક્ષિણ સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેન ટકરાતા ૨૧ લોકોના મોત : ૭૩ને ઇજા

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.