Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ChatGPTનું સર્વર ડાઉન થતા અડધી દુનિયા થઈ ઠપ

ભારતમાં પણ આ ટેકનિકલ ખામીની વ્યાપક અસર જોવા મળી : સોશિયલ મીડિયા પર ‘ChatGPT Down’ ટ્રેન્ડ થયા બાદ કાર્યવાહી હાથ ધરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-02-04 11:59:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આજના આધુનિક યુગમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર લોકો નિર્ભર છે. કોર્પોરેટ કંપનીનું ઘણું કામ

કરવા માટે એ આઈ સૌથી સરળ માર્ગ બન્યો છે, આ વચ્ચે ગઈકાલે ચેટ જીટીપી અચાનક બંધ થઈ જતાં

ખળભળાટ મચી ગયો હતો. ગઈકાલે વહેલી સવારે ટેકનિકલ સમસ્યાઓના કારણે ઓપન એઆઈનું આ

લોકપ્રિય પ્લેટફોર્મ વિશ્વભરમાં લાખો યુઝર્સ માટે ‘ડેડ’ થઈ ગયું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે

કેવી રીતે એક નાનકડી ટેકનિકલ ખામી કરોડો લોકોના ડિજિટલ કામકાજને બ્રેક લગાવી શકે છે.

ભારતમાં પણ આ આઉટેજની વ્યાપક અસર જોવા મળી હતી. ખાસ કરીને ઓફિસ કામ કરતા પ્રોફેશનલ્સ

અને વિદ્યાર્થીઓ, જેઓ તેમના પ્રોજેક્ટ્સ માટે ચેટ જીટીપી પર નિર્ભર છે, તેમને લોગિન કરવામાં અને

પ્રોમ્પ્ટ મોકલવામાં મુશ્કેલી પડી હતી. ‘DownDetector’ પર હજારો ભારતીય યુઝર્સે રિપોર્ટ કર્યો

હતો કે તેમને સતત એરર મેસેજ મળી રહ્યા હતા. અમેરિકામાં પણ આશરે 13,000 થી વધુ લોકોએ આ

અંગે ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ‘ChatGPT Down’ ટ્રેન્ડ થવા

લાગ્યું હતું.

આ સમસ્યાને ધ્યાનમાં લેતા, OpenAI એ તાત્કાલિક સ્વીકાર્યું કે ChatGPT ની કામગીરીમાં ખામી

સર્જાઈ છે. કંપનીના એન્જિનિયરોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. પેસિફિક ટાઇમ મુજબ

મધ્યરાત્રિએ શરૂ થયેલી આ સમસ્યા લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. OpenAI એ સત્તાવાર

નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચોક્કસ સમયગાળા દરમિયાન ChatGPT ની કામગીરી નબળી પડી

હતી, પરંતુ હવે આ સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.ધીમે-ધીમે તમામ પ્રદેશોમાં સેવાઓ

પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

જોકે આ આઉટેજ ટૂંકા ગાળાનો હતો, પરંતુ તેણે ભવિષ્યની ટેકનોલોજી અને તેની વિશ્વસનીયતા પર

મોટા સવાલો ઉભા કર્યા છે. અત્યારે ઘણી કંપનીઓ અને વ્યક્તિગત વ્યવસાયો તેમના રોજિંદા કાર્યો

માટે સંપૂર્ણપણે AI પર નિર્ભર છે, ત્યારે સર્વર ડાઉન થવા જેવી ઘટનાઓ ઉત્પાદકતાને ભારે નુકસાન

પહોંચાડી શકે છે. OpenAI એ અત્યાર સુધી આ આઉટેજ પાછળનું સચોટ ટેકનિકલ કારણ જાહેર કર્યું

નથી, પરંતુ કંપની હવે ગ્લોબલ સ્કેલિંગ પર વધુ ભાર મૂકી રહી છે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળી

શકાય.

Tags: chatgpt server downUSA
Previous Post

ગ્રીસમાં ચિઓસ ટાપુ પાસે કોસ્ટ ગાર્ડ અને સ્પીડબોટ વચ્ચે અકસ્માતમાં 14 લોકોના મોત

Next Post

ઓનલાઈન ગેમિંગના વ્યસનને કારણે ત્રણ સગીર બહેનોનો નવમા માળેથી કૂદી આપઘાત

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post

ઓનલાઈન ગેમિંગના વ્યસનને કારણે ત્રણ સગીર બહેનોનો નવમા માળેથી કૂદી આપઘાત

લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામની ગોળી મારી હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.