Saturday, February 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કોર્ટના ચુકાદાથી નારાજ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર લાદ્યો ૧૦ ટકા ટેક્સ

અમેરિકાની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ ટ્રમ્પે કર્યો વળતો પ્રહાર : વૈશ્વિક ટેક્સ પાંચ મહિના સુધી અમલમાં રહેશે

dharmendravaghela by dharmendravaghela
2026-02-21 11:31:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાએ લગાવેલા ટેરિફ ગેરકાયદે હોવાના કોર્ટના ચુકાદા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યાયતંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જૂના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદવાનો આદેશ કરી દીધો છે.
અમેરિકન સુપ્રીમ કોર્ટે 6-3 ના બહુમતી ફેંસલામાં ટ્રમ્પના અગાઉના ટેરિફને રદબાતલ ઠેરવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે કોંગ્રેસની મંજૂરી વિના પ્રમુખ પાસે આ પ્રકારના ટેરિફ લાદવાની સત્તા નથી. જોકે, આ નિર્ણયથી નારાજ ટ્રમ્પે ઓવલ ઓફિસથી ‘ટ્રેડ એક્ટ 1974’ ની કલમ 122 નો ઉપયોગ કરીને નવો આદેશ જારી કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “મને જણાવતા ગર્વ થાય છે કે મેં તમામ દેશો પર 10% ગ્લોબલ ટેરિફ પર હસ્તાક્ષર કર્યા છે, જે તત્કાળ અસરથી અમલમાં આવશે.”આ નવો ટેરિફ હાલમાં 150 દિવસ એટલે કે અંદાજે પાંચ મહિના સુધી પ્રભાવી રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રમ્પ પ્રશાસન અન્ય દેશો પર કાયમી ટેરિફ નક્કી કરવા માટે જરૂરી તપાસ કરશે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ માત્ર શરૂઆત છે અને જરૂર પડ્યે દરોમાં મોટો વધારો પણ થઈ શકે છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, “હું વેપાર નષ્ટ કરી શકું છું, પ્રતિબંધ લગાવી શકું છું, તો શું હું ૦૧ ડોલરનો ટેરિફ ન લાદી શકું? આ મૂર્ખામીભર્યું છે.

સુપ્રીમ કોર્ટના આંચકા બાદ, ગયા વર્ષે ટેરિફ દ્વારા વસૂલવામાં આવેલા અંદાજે 175 અબજ ડોલરના મહેસૂલ પર સવાલો ઊભા થયા છે. આ રકમ આયાતકારોને પરત કરવી પડશે કે કેમ તે અંગે ટ્રમ્પે જણાવ્યું કે, આ મામલો હજુ બે વર્ષ સુધી કોર્ટમાં ચાલશે. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસન હવે રાષ્ટ્રીય સુરક્ષા (કલમ 232) અને અયોગ્ય વ્યાપાર નીતિઓ (કલમ 301) હેઠળ પણ નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.

Tags: court judgementtrump texUSA
Previous Post

ભાવનગરમાં ગંગાજળીયા તળાવથી પથિકાશ્રમ જવાના રોડ પર વડવાના યુવાનની હત્યા

Next Post

સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભારત અમેરિકા ટ્રેડ ડીલ ઉપર કોઈ અસર નહીં થાય : ટ્રમ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ કરવા વિચારણા

February 21, 2026
આંતરરાષ્ટ્રીય

નાઇજીરિયામાં નરસંહાર યથાવત : ૫૦ લોકોની ઘાતકી હત્યા

February 21, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

મહેસાણા ઊંઝા હાઈવે પર કાર અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત

February 21, 2026
Next Post
25% ટેરિફ મામલે ભારતના કડક વલણ સામે ટ્રમ્પનો યૂ-ટર્ન!

સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભારત અમેરિકા ટ્રેડ ડીલ ઉપર કોઈ અસર નહીં થાય : ટ્રમ્પ

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

મહેસાણા ઊંઝા હાઈવે પર કાર અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.