Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હોર્મુઝની ખાડીમાં ફસાયા ટ્રમ્પ, યુદ્ધમાં અમેરિકા એકલું પડ્યું

હોર્મુઝની ખાડી મામલે સાથી દેશો મદદે ન આવતા ઈરાન સામેના મોરચામાં ટ્રમ્પ એકલા પડી ગયા જેવી સ્થિતિ

dharmendravaghela by dharmendravaghela
2026-03-17 11:59:59
in તાજા સમાચાર, શો ટાઈમ ન્યૂઝ
Share on FacebookShare on Twitter

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા ભીષણ જંગને આજે 16 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ

શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ યુદ્ધની સૌથી મોટી અસર વૈશ્વિક વેપારના મહત્વના માર્ગ

ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર પડી રહી છે. આ દરિયાઈ માર્ગે થતી જહાજોની અવરજવર ખોરવાતા

વિશ્વભરમાં ઉર્જા સંકટ તોળાઈ રહ્યું છે. આ માર્ગને સુરક્ષિત કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે

પોતાના સાથી દેશોને યુદ્ધજહાજો મોકલવા હાકલ કરી હતી, પરંતુ ટ્રમ્પની આ આશા પર પાણી ફરી

વળતું દેખાય છે.

હોર્મુઝની ખાડીમાં સુરક્ષા અભિયાન શરૂ કરવાની ટ્રમ્પની યોજનાને યુરોપિયન દેશો તરફથી મોટો ઝટકો

લાગ્યો છે. બ્રિટનના પ્રધાન મંત્રી કીરે સ્ટારમરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ખાડી માર્ગ ખોલવા માટે

સહયોગીઓ સાથે યોજના બનાવી રહ્યા છે, પરંતુ તે કોઈપણ સંજોગોમાં ‘નાટો’ મિશન નહીં હોય. બીજી

તરફ, જર્મનીએ અત્યંત આકરા શબ્દોમાં આ માંગ ફગાવી દીધી છે. જર્મનીના રક્ષા મંત્રી બોરિસ

પિસ્ટોરિયસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “આ અમારું યુદ્ધ નથી અને અમે તેને શરૂ પણ કર્યું નથી,” તેથી

તેઓ વોરશિપ મોકલવાના પક્ષમાં નથી.

માત્ર યુરોપ જ નહીં, પરંતુ એશિયાના શક્તિશાળી દેશો પણ આ સંઘર્ષમાં સીધા ઉતરવા તૈયાર નથી.

જાપાનના રક્ષા મંત્રી શિન્જીરો કોઈઝુમીએ સંસદમાં સ્પષ્ટ કર્યું કે ઈરાનની વર્તમાન સ્થિતિ જોતા તેઓ

કોઈ દરિયાઈ સુરક્ષા અભિયાન શરૂ કરવા વિચારતા નથી. દક્ષિણ કોરિયાએ પણ અત્યારે કોઈ ચોક્કસ

નિર્ણય લેવાનું ટાળ્યું છે અને જણાવ્યું છે કે તેઓ અમેરિકા સાથે સંવાદ કરશે પરંતુ નિર્ણય સાવચેતીપૂર્વક

લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયાએ પણ સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે તેઓ હોર્મુઝની ખાડીમાં કોઈ

નૌકાદળ મોકલશે નહીં.

જ્યારે પશ્ચિમી દેશો ઈનકાર કરી રહ્યા છે, ત્યારે ચીનનું વલણ હજુ પણ અસ્પષ્ટ છે. વોશિંગ્ટન સ્થિત

ચીની દૂતાવાસે ટ્રમ્પની અપીલ સ્વીકારવા અંગે મૌન સેવ્યું છે, જોકે તેમણે એટલું ચોક્કસ કહ્યું કે ઉર્જા

પૂરવઠો સ્થિર રહે તે જોવાની જવાબદારી તમામ પક્ષોની છે. હોર્મુઝની ખાડી એ વિશ્વના તેલ વેપાર

માટેની લાઈફલાઈન છે, અને જો મોટા દેશો સહયોગ નહીં આપે તો અમેરિકા માટે આ માર્ગ સુરક્ષિત

રાખવો અત્યંત પડકારજનક બની રહેશે. આગામી દિવસોમાં આ વૈશ્વિક ખેંચતાણ વધુ ઉગ્ર બને તેવી

શક્યતા છે.

Tags: hormuzIranUSA
Previous Post

અફઘાનિસ્તાનની હોસ્પિટલ ઉપર પાકિસ્તાનનો બોમ્બમારો

Next Post

ઈરાને મોઝેક ફોર્મ્યુલા અપનાવી અમેરિકા અને ઈઝરાયેલને હંફાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

શો ટાઈમ ન્યૂઝ

ભાવનગરના ચિત્રા શાંતિનગરમાં ગોહિલ પરિવાર દ્વારા રામદેવપીર રામાયણનું આયોજન

March 17, 2026
શો ટાઈમ ન્યૂઝ

ભાવનગરમાં રત્ન કલાકાર યુવાનનું અપહરણ કરી માર મારવાના ગુનામાં પાંચની ધરપકડ

March 17, 2026
શો ટાઈમ ન્યૂઝ

ભાવનગરના દાંતિયાવાળી શેરીમાં રહેતા શખ્સની કફ સિરપની ૬૦૭ બોટલ સાથે ધરપકડ

March 17, 2026
Next Post

ઈરાને મોઝેક ફોર્મ્યુલા અપનાવી અમેરિકા અને ઈઝરાયેલને હંફાવ્યા

ભારતમાં આતંકવાદી કાવતરું ઘડવા બદલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.