Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

ભારતે ૩૦ અબજ રૂપિયાના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી

dharmendravaghela by dharmendravaghela
2026-04-24 11:48:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર મજબૂતી જોવા મળી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું છે. ભારતે માલદીવ્સને મોટી રાહત આપતા 30 અબજ રૂપિયા(અંદાજે 400 મિલિયન ડૉલર)ના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી દીધી છે.

માલદીવ્સમાં આવેલી ભારત સરકારની એમ્બસીએ આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માલદીવ્સની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આ પગલું અત્યંત મહત્ત્વનું સાબિત થશે.
આ આર્થિક મદદ મુખ્યત્વે ભારતીય રિઝર્વ બેન્ક અને માલદીવ્સ સરકાર વચ્ચે થયેલા SAARC કરન્સી સ્વાપ ફ્રેમવર્ક હેઠળ આપવામાં આવી છે. નોંધનીય છે કે, ઓક્ટોબર 2024માં માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝૂની ભારત મુલાકાત દરમિયાન આ અંગે સમજૂતી થઈ હતી. માલદીવ્સ અત્યારે વિદેશી મુદ્રા ભંડારની અછત અને વધતા દેવાના બોજ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતની આ સમયસરની મદદ મુઈઝ્ઝૂ સરકાર માટે સંકટ સમયની સાંકળ સમાન બની છે.ભારત લાંબા સમયથી માલદીવ્સ માટે એક ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે. વર્ષ 2012માં આ ફ્રેમવર્ક શરૂ થયા બાદ ભારત અત્યાર સુધીમાં માલદીવ્સને 1.1 અબજ ડૉલરથી વધુની આર્થિક સહાય પૂરી પાડી ચૂક્યું છે. આ અગાઉ પણ ભારતે માલદીવ્સના કહેવા પર 100 મિલિયન ડૉલરના ટ્રેઝરી બિલ્સને રોલઓવર કરીને તાત્કાલિક નાણાકીય દબાણ હળવું કરવામાં મદદ કરી હતી.
આ ફ્રેમવર્ક દક્ષિણ એશિયાઈ દેશો માટે એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. જ્યારે પણ કોઈ દેશને ચૂકવણી સંતુલન કે આયાત-નિકાસના ભારણના કારણે વિદેશી મુદ્રાની જરૂર પડે, ત્યારે આ વ્યવસ્થા દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે છે. માલદીવ્સ જેવા દેશો, જે સંપૂર્ણપણે પર્યટન અને આયાત પર નિર્ભર છે, તેમના માટે આ વ્યૂહનીતિ આર્થિક અસ્થિરતા રોકવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

Tags: india helps maldives
Previous Post

શાંતિની વાર્તા વચ્ચે અમેરિકાએ ત્રીજુ યુદ્ધ જહાજ તૈનાત કર્યું

Next Post

બ્લેક ફ્રાઇડે – ભારતીય શેરબજાર અને કોમોડિટી બજારમાં મોટો કડાકો

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post

બ્લેક ફ્રાઇડે - ભારતીય શેરબજાર અને કોમોડિટી બજારમાં મોટો કડાકો

અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.