આમ આદમી પાર્ટીના સાંસદ રાધવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ છેડો ફાડી લીધો છે. તેમજ ભાજપમાં
પણ જોડાયા છે. તેવા સમયે અન્ના હજારેએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ સાત સાંસદોને
કોઇ સમસ્યા હશે તેથી પક્ષ છોડી ગયા છે.
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ જણાવ્યું છે કે, ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો
અધિકાર છે. તેથી કોઈને પણ બળજબરીથી રાખવા અયોગ્ય છે. જો તેમણે પક્ષ છોડવાનું પસંદ કર્યું
હશે તો તેમને લોકશાહી માળખામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. લોકશાહીમાં તેઓ
જ્યાં જવા માંગતા હતા ત્યાં જઇ શકે છે. આ ભૂલ પક્ષ અને સંગઠનની છે. જો પક્ષ યોગ્ય રીતે કાર્ય કરી
રહ્યો હોત તો તેઓ પક્ષ છોડ્યો ન હોત.અન્ના હજારેએ પૂછવામાં આવ્યું કે આંદોલનમાંથી જન્મેલો પક્ષ
હવે વિખેરાઈ રહ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું કે જ્યારે સ્વાર્થ હાથમાં આવે છે ત્યારે લોકો તૂટી જાય છે.
જો કોઈ સમાજ અને રાષ્ટ્રને મોખરે રાખે છે. મારો દેશ, મારો સમાજ’ એવું વિચારે તો કોઈ પણ ક્યારેય
પક્ષ છોડશે નહીં. આજે લોકો સમાજ અને રાષ્ટ્રને ભૂલી ગયા છે. તેના બદલે તેઓ સત્તા અને પૈસા
પાછળ દોડી રહ્યા છે અને તે જ કારણે આ અશાંતિ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાઘવ ચઢ્ઢા સહિત આપના સાત
સાંસદો ભાજપમાં જોડાયા છે. જેમાં રાજીનામાં બાદ દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં તમામ સાત સાંસદો
ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન
હાજર રહ્યા હતા. તેમણે નવા સભ્યોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. નવા સભ્યોનું મીઠાઈ ખવડાવીને
સ્વાગત કરવામાં આવ્યું હતું.


