Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

ઉખારુલ જિલ્લામાં થયેલી હિંસામાં મહિલા સહિત પાંચ લોકોને ગંભીર ઇજા

dharmendravaghela by dharmendravaghela
2026-04-25 12:03:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મણિપુર ફરી એકવાર હિંસાની આગમાં સપડાયું છે. ગઈ કાલે શુક્રવારે મણિપુરના ઉખરુલ જિલ્લામાં કુકી

અને નાગા આદિવાસી સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણના કારણે મામલો વધારે

ઉગ્ર બન્યો અને બે અલગ-અલગ ઘટનાઓએ રાજ્યમાં તણાવ વધારી દીધો છે. આ હિંસામાં ત્રણ લોકોના

મોત થયા છે અને મહિલાઓ સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું

છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિંસાની શરૂઆત શુક્રવારે વહેલી સવારે થઈ હતી. શુક્રવારે સવારે

અંદાજે 11 વાગ્યા આસપાસ સુરક્ષાબળોને મુલ્લમ ગામની નજીક બે મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકોની

ઓળખ એલ. સિતલહોઉ અને પી. હાઓલાઈ તરીકે થઈ છે. બંને મૃતકોના શરીર પર ગોળીઓના નિશાન

જોવા મળ્યા હતા. એટલું જ નહીં પરંતુ બંને છલાવરણ (કેમોફ્લાજ) ગણવેશમાં હોવાનું પણ જાણવા

મળ્યું છે.
અગાઉ પણ તાંગખુલ ​​નાગા પ્રભુત્વ ધરાવતા મુલ્લામ ગામમાં સશસ્ત્ર ઉગ્રવાદી જૂથો વચ્ચે ભારે

ગોળીબાર થયો હતો. આ ઘટના દરમિયાન ગામની બહાર આવેલા કેટલાક ઘરોને આગ લગાવી દેવામાં

આવી હતી. કુકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટે મુલ્લામ અને સોંગફાલ ગામમાં બે ગામ

સ્વયંસેવકોની હત્યા અને ઘરોને બાળી નાખવાની નિંદા કરી છે. સંગઠને આ મામલે તાત્કાલિક FIR

નોંધવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આ હિંસા દરમિયાન અનેક ઘરોને પણ આગ ચાંપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં

ભયનો માહોલ ફેલાયો છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને સ્થિતિ પર નજર

રાખી રહ્યા છે. આ સાથે વહીવટીતંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામા આવી છે. હાલમાં

વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે જેથી કરીને હિંસા વધુ ન વકરે.

Tags: manipurvialonce
Previous Post

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

Next Post

ભાવનગરના કુંભારવાડા રામદેવનગરમાં બંધ મકાનમાં ચોરી કરવાં ઘુસેલા બે તસ્કરો ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post

ભાવનગરના કુંભારવાડા રામદેવનગરમાં બંધ મકાનમાં ચોરી કરવાં ઘુસેલા બે તસ્કરો ઝડપાયા

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને મતદાન માટેની સામગ્રીનું વિતરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.