મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છના પ્રવાસે જશે. જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની PM મોદી ભેટ આપશે.
તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. PM મોદી 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે. જેના લીધે કેનાલથી 948 ગામ અને 10 શહેરોને પાણીનો લાભ મળશે. 28 ઓગસ્ટના રોજ PM મોદી ગાંધીનગર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.
તા.૨૭ ઓગષ્ટના રોજ આજે બપોરે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. સાંજે 5 વાગ્યે ખાદી ઉત્સવ રિવરફ્રન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે 7 કલાકે સભા સ્થળેથી રાજભવન જવા રવાના થશે. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.
તા. ૨૮ ઓગષ્ટ ૨૦૨૨ રવિવારે સવારે ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે. બપોરે ૧૨.૦૦ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે. અંદાજે સાંજે ૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.
PM મોદી ચરખો પણ કાંતશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીએ આપેલા આઝાદી કા અમૃત મહોત્સવના આહ્વાહન હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નિર્ણાયક બનેલી ખાદીની મહત્તાને દર્શાવવા અને ભાવાંજલિ આપવા 27 ઓગસ્ટ 2022ના ખાદી ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કાર્યક્રમનું સમાપન સત્ર PM મોદી દ્વારા સંબોધિત થશે. પીએમ મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંતશે. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગપ્રધાન પણ સંબોધન કરશે.