ભાવનગર ખાતે આચાર્યશ્રી તખ્તસિંહજી પરમારની સ્મૃતિમાં કવિતાના પ્રસાર અને સંવર્ધન માટે શરૂ કરવામાં આવેલ સંસ્થા કવિતાકક્ષ દ્વારા તા. ૨૮ ને રવિવારે સાંજે ૪-૩૦ કલાકે અંધ ઉદ્યોગશાળા સભાગૃહ ખાતે “સાંજ, સંગાથ, સંવાદ” શીર્ષકથી સાહિત્ય અને ખાસ કરીને કવિતાસર્જન પ્રક્રિયા સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં જાણીતા કવિઓ શ્રી તુષાર શુક્લ અને શ્રી વિનોદ જોશી દ્વારા સંવાદ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જાણીતા લેખક અને વક્તા ડૉ. નિમિત્ત ઓઝા સેતુરૂપ બનશે. ડૉ. ફિરદૌસ દેખૈયા દ્વારા બંને કવિઓની રચનાઓના સ્વરાંકનની પણ પ્રસ્તુતિ થશે. કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કવિતાકક્ષના ફેસબુક પેજ પરથી કરવામાં આવશે. ઉડાન પ્રિ-સ્કૂલના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરના સાહિત્યરસિકોને આમંત્રણ આપવામાં આવેલ છે.