‘માં’ ભારતીના પ્યારા ક્રાંતિવીરોની સહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો ‘વિરાંજલિ’ ગુરૂવારે સાંજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પેડક મેદાનમાં યોજાયો હતો.
પ્રદિપસિંહ વાઘેલા પ્રેરિત વિરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોને રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતિભવ્ય ‘મલ્ટીમીડિયા શો’ દ્વારા અદભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેના દેશભક્તિના ગુજરાતના આ સર્વ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામામાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રભક્તિના રંગને ભાવનગરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી. આ પ્રસંગે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાની ઉપસ્થિતિ રહી.