ભાવનગરના તબીબને હનીટ્રેપમાં ફસાવી રૂ.બે કરોડની માંગણી કરનાર યુવતી સહિત શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ શીવાલીક આરોગ્યધામમાં રહેતા ડોકટર દલપતભાઈ ધીરુભાઈ કાતરીયાને અમદાવાદની કાજલ પટેલ સાથે વોટ્સએપ મારફતે પરિચય થયા બાદ કાજલે મિત્રતા કેળવી તેને સુરતની એક હોટલમાં મળવા બોલાવી તેને ઠંડા પીણામાં નશાકારક પદાર્થ આપી બેભાન બનાવી દઈ તેઓ સાથેના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને તેના અન્ય સાગરીતો સાથે મળી રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી. જે રૂપિયા તેઓએ ન આપતા વિજય, મહાવિરસિંહ અને બે અજાણ્યા શખ્સોએ અવાર નવાર ફોન કરી નાણાની માંગણી કરી ધાક ધમકી આપતા હોય ડોક્ટરે સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે ડોક્ટરને પ્રેમજાળમાં ફસાવનાર યુવતી કાજલ પટેલ અને વિજય ભરવાડ નામના શખ્સને ઝડપી લઇ આ કેસના અન્ય આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.