જ્વેલીન થ્રોમાં ભારતને ઓપલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનાર એથ્લિટ નીરજ ચોપરાએ ધમાકેદાર વાપસી કરી છે. નિરજે શુક્રવારે લૂસાને ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીતી લીધું છે. નિરજ ચોપરા લૂસાને ડાયમંડ લીગ ખિતાબ જિતનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ ખિતાબ જીતવા સાથે નિરજે સાત અને આઠ સપ્ટેમ્બરે જ્યુરીખમાં રોજાવા જનાર ડાયમંડ લીગ ફાઇનલ્સમાં પણ એન્ટ્રી મેળવી લીધી છે.
હરિયાણાના પાનીપતનાં રહેવાસી નીરજ ચોપરાએ અગાઉ ભારતને અનેક મેડલ્સ અને ખિતાબ અપવાવ્યાં છે. આમાં ઓલિમ્પિક ગોલ્ડનો પણ સમાવેશ થાય છે.