ચીન ફરી એક વખત પોતાની ટ્રેનને લઈને ચર્ચામાં છે. જાે કે આ વખતે ચર્ચા ચીનની ભવિષ્યની મેગ્લેવ ટ્રેનની છે. આ હાઈ સ્પીડ ટ્રેન પાટા ઉપર ઈલેકટ્રોમેગ્નેટ ઉપર ચાલે છે. ચીને પોતાની દેશમાં પહેલી હવામાં લટકતી ટ્રેન લાઈન શરૂ કરી છે. જે ચુંબકથી બની છે. આ ટ્રેનને રેડ રેલના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ ટ્રેન ૨૬૦૦ ફુટ લાંબા ટ્રેકનો એક પ્રાયોગિક પ્રોજેક્ટ છે. જેને ચીનના જિયાંગ્શી પ્રાંતના જિંગગુઓ કાઉન્ટીમાં બનાવવામાં આવ્યો છે.’ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ટ્રેનની એક તસવીર જારી કરી છે. ટ્રેનના ચુંબક એક બળ પેદા કરે છે. જેનાથી ટ્રેન હવામાં ઉઠે છે. આ ટ્રેનમાં માત્ર ૮૮ યાત્રી સફર કરી શકે છે અને તે જમીનથી ૩૩ ફુટ ઉપર ચાલે છે. આ ટ્રેનનો ટ્રેક સાથે કોઈ સંપર્ક હોતો નથી. ટ્રેનની ખાસ વાત એ છે કે તે દોડે છે ત્યારે થોડો પણ અવાજ થતો નથી.’ ટ્રેનની સ્પીડ ૮૦ કિમી પ્રતિ કલાકની છે. રિપોર્ટ મુજબ પારંપરિક રીતે ચાલતી ટ્રેન કરતા ઈલેકટ્રોમેગ્નીટ ટ્રેન ઓછું રેડિએશન પેદા કરે છે. ચીનની આ ટેક્નીક પાછળ ત્યાંની ધરતીમાં રહેલું એક દુર્લભ તત્વો છે. જેનાથી રેલગાડીના ચુંબક બનાવવામાં મદદ મળે છે. ચીન પાસે પુરી દુનિયામાં દુર્લભ તત્વોનો ૪૦ ટકા ભંડાર છે.