વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર્સની નવી યાદીમાં નંબર ૧ નેતા જાહેર થયા છે. મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સના સર્વે અનુસાર વડાપ્રધાન મોદીને ગ્લોબલ લીડર્સમાં ૭પ ટકા અપ્રુવલ રેટિંગ મળ્યુ છે. અગાઉ જાન્યુઆરી-ર૦રર અને નવેમ્બર ર૦ર૧ની યાદીમાં પણ મોદી નં.૧ રહ્યા હતા.
સર્વેમાં બીજા ક્રમે મેક્સિકન રાષ્ટ્રપતિ એંડ્રેસ મૈનુઅલ લોપેઝ ઓબ્રેડોર રહ્યા છે તેમને ૬૩ ટકા રેટિંગ મળ્યુ છે. ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રૈગી પ૪ ટકા સાથે ત્રીજા ક્રમે છે. રર વિશ્વ નેતાઓની યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન ૪૧ ટકા અપ્રુવલ રેટિંગ સાથે પાંચમા ક્રમે રહ્યા છે. ત્યાર પછીના ક્રમે કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રૂડો (૩૯ ટકા) અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા (૩૮ ટકા) રહયા છે.’ મોર્નિંગ કંસલ્ટ રાજકીય ચૂંટણીઓ, ચૂંટાયેલા નેતાઓ અને મતદાનના મુદ્દાઓ પર વાસ્તવિક સમયના મતદાન ડેટા ઉપલબ્ધ કરાવે છે. એજન્સી દરરોજ ર૦,૦૦૦થી વધુ ગ્લોબલ ઈન્ટરવ્યૂ કરે છે. સર્વેમાં દરેક દેશ ઉંમર, જાતિ, ક્ષેત્ર સાથે સરકારી ત્રોતોને મહત્ત્વ આપવામાં આવે છે.