દેશના આગામી ચીફ જસ્ટિસ યુયુ લલિતે શનિવારે સવારે શપથગ્રહણ કર્યા છે. તેઓ દેશના 49માં સીજેઆઈ બન્યા છે. શપથગ્રહણ સમારંભમાં તેમના પરિવારની ત્રણ પેઢી હાજર રહી હતી. મુખ્ય ન્યાયાધીશ બન્યા બાદ ઉદય ઉમેશ લલિતની સામે કેટલાય પડકારો હશે, પણ તેમના પરિવારની 102 વર્ષની વિરાસત મદદ કરી શકે છે. યુયુ લલિતનો પરિવાર 102 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જસ્ટિસ લલિતને સીજેઆઈના પદના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
જસ્ટિસ લલિતના દાદા મહારાષ્ટ્રના સોલાપુરમાં વકીલાત કરતા હતા. તો વળી તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત હાઈકોર્ટના જજ રહી ચુક્યા છે. તેમની ઉંમર 90 વર્ષ છે. તેમન પત્ની નોઈડામાં બાળકોની સ્કૂલ ચલાવે છે. જસ્ટિસ લલિતને બે દિકરા છે શ્રીયસ અને હર્ષદ. શ્રીયસ વ્યવસાયે વકીલ છે અને તેમની પત્ની રવિના પણ વકીલ છે. જ્યારે હર્ષદ પોતાની પત્ની રાધિકા સાથે અમેરિકામાં રહે છે.
જસ્ટિસ લલિત જ્યારે દિલ્હી આવ્યા હતા, તો 2 રૂમવાળા ફ્લેટમાં રહેતા હતા. બાદમાં તેઓ દેશના ટોપ ક્રિમિનલ વકીલોમાં સામેલ થયા છે. 2જી કૌભાંડમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પીપી નિયુક્ત કર્યા હતા. તેમણે 2014માં વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બનાવ્યા હતા. તો વળી બીજા એવા જજ છે, જે સીધા વકીલથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય. તેમનો કાર્યકાળ બે મહિનાથી વધારે હશે. અને તેઓ આઠ નવેમ્બરે રિટાયર થશે.