ભાવનગર નજીક કોળિયાકના દરિયામાં ડૂબી જવાથી આધેડનું મોત નીપજ્યું હતું.
ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયામાં નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ ભાદરવી અમાસના મેળામાં દર્શન અને સમુદ્રસ્નાન માટે આવેલા આણંદ જિલ્લાના ધુવારણ તાલુકાના વચલાપુર ગામના આધેડ તખુભા ભીખુભા સરવૈયા ( ઉ.વ.૫૩ ) નું દરિયામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તરવૈયાની ટીમે તખુભાના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો હતો.