કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જિલ્લા ભાજપમાં મહત્વનું સ્થાન ધરાવી રાજીનામું આપનાર મહિલા આગેવાન ગીતાબેન કોતરે જિલ્લા ભાજપ પ્રમુખના ત્રાસથી કંટાળી ગાંધીનગર સચિવાલય ખાતે આત્મવિલોપન કરવાની ચિંમકી આપતી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે કારડીયા રાજપૂત સમાજના વિવાદ બાદ ગીતાબેન કોતરના આક્ષેપથી રાજકીય ગરમાવો આવવા સાથે ખળભળાટ જવા પામ્યો છે.
ગીતાબેન કોતરે ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર પણ લખ્યો છે. અને ફેસબુક પર જિલ્લા પ્રમુખ દ્વારા કરેલા આરોપથી પોતે વ્યથિત હોવાનો ઉલ્લેખ કરી ગાંધીનગર સચિવાલય ખાતે ઝેર પી આત્મહત્યા કરવાની પોસ્ટ વાઇરલ કરી હતી. જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીતાબેને કારડીયા રાજપૂત સમાજને ટેકો પણ જાહેર કર્યો હતો.