ભાવનગર ભાજપના બહુચર્ચિત ડ્રેનેજ લાઇન અને ભ્રષ્ટાચારના ચકચારી પ્રકરણમાં ઘોઘાસર્કલ વોર્ડના ભાજપના બંને કોર્પોરેટરો પંકજસિંહ ગોહિલ અને કુલદિપ પંડ્યાના સ્ટેન્ડીંગ કમિટીમાંથી રાજીનામાં લઇ લેવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અચાનક આવેલા સંકટથી રાજકિય વર્તુળોમાં અનેક ચર્ચાઓ, ઉભી થઇ છે.