કોંગ્રેસએ આજે ભાવનગરમાં જન આરોગ્ય સંકલ્પ પત્ર જાહેર કરી ભાજપ સરકાર આરોગ્ય ક્ષેત્રે સરેઆમ નિષ્ફળ રહી હોવાનું જણાવી જાે કોંગ્રેસ આગામી દિવસોમાં સત્તામાં આવશે તો લોક આરોગ્યની ચિંતા સહુ પ્રથમ કરશે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર તથા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજી ઠુમ્મરએ જણાવ્યું કે, ભાજપના શાસનમાં લોકોને આરોગ્ય જેવી પાયાની સુવિધા મેળવવામાં ફાંફા છે, સરકાર માત્ર વાતો કરે છે. હકીકતમાં લોકોને આરોગ્યની સેવા મળતી નથી. કોંગ્રેસની સરકાર આવશે તો રાજસ્થાન મોડેલ અપનાવી રૂ.૧૦ લાખ સુધીની સારવાર મફત આપીશું. ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફની ભરતી કરીશું સહિતના વચનો આપ્યા હતા. કથળતી આરોગ્ય સેવા અને ડોકટર્સની ઘટ અંગે વિધાનસભામાં સવાલ ઉઠાવતા નાયબ મુખ્યમંત્રી એ ડોકટરો ક્યાંથી લાવવા તેઓ ઉડાઉ જવાબ આપ્યો હતો તેમ ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ જણાવી શાસક ભાજપ પર પ્રહાર કર્યા હતા.